રાજકોટના DCP ઝોન-1 પ્રવીણ મીણાની પત્રકારો સાથેની ગેરવર્તણૂંકને લઇને ક્રાઇમ બ્રાન્ચ DCP પાર્થરાજસિંહને તપાસ સોંપાઇ, સમગ્ર વિવાદને લઇને બે દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ
રાજકોટ, અમદાવાદ
03 જૂન 2022:
રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પહેલા મીડિયા-પોલીસ વચ્ચે ઘર્ષણ : DCP ઝોન 1 પ્રવિણકુમાર મીણાનું મીડિયાકર્મી ગેરવર્તન, ડિટેઈન કરવા સુધીનું આપી ધમકી, CMએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી
પ્રતિબંધીત એરિયામાં આવી ગયાનું કહી કેમેરા બંધ કરાવ્યાઃ એ પછી એક કેમેરામેનની ગરદન પકડતાં વાત વણસીઃ ડિટેઇન કરવા પડશે…કહેતાં મિડીયા કર્મીઓ જાતે જ પોલીસવેનમાં બેસી ગયાઃ એક કારની ચાવી પણ લઇ લેવાઇઃ કલેક્ટરના આદેશથી કાર્યવાહી થયાની મિડીયા કર્મીઓમાં ચર્ચા : મિડીયા કર્મીઓ કવરેજ વગર પાછા વળ્યાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું- હવે પછી આવુ નહિ થાયઃ
માહિતી ખાતા દ્વારા કવરેજ માટે રાજકોટથી પત્રકારો-કેમેરામેન-ફોટોગ્રાફરને લઇ જવાયા હતાં: પ્રેસ-મિડીયા જગતમાં ભારે રોષ : મિડીયાએ કવરેજનો બહિષ્કાર કર્યો.
#bharatmirror #bharatmirror21 #news #rajkotmedia #rajkot #ahmedabad