નીતા લીંબાચીયા, અમદાવાદ
28 જૂન 2022:
મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ (એમપીટીબી)ના સહયોગથી ‘એડવેન્ચર એન્ડ યુ’ (કે.એ. કનેક્ટ) દ્વારા પચમઢી મોનસૂન મેરેથોનની ચોથી આવૃત્તિનું આયોજન 7મી ઓગસ્ટ, રવિવારના રોજ પચમઢી ખાતે કરવામાં આવી રહ્યું છે. મેરેથોન ચાર કેટેગરી 5 કિમી, 10 કિમી, 21 કિમી અને 42 કિમીમાં યોજાશે. 42 કિમીની ફુલ મેરેથોન પ્રથમ વખત યોજાવા જઈ રહી છે, જે આ દોડની સૌથી પડકારજનક શ્રેણી હશે.

તમામ વિજેતાઓને પ્રમાણપત્રો, ટ્રોફી અને આકર્ષક ઈનામો આપવામાં આવશે. મધ્યપ્રદેશને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લો એક ઉત્પાદન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નર્મદાપુરમ (હોશંગાબાદ) જિલ્લામાં પ્રવાસન પસંદ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રે 52 અઠવાડિયામાં 52 પ્રવૃત્તિઓની ઓળખ કરી છે. મોનસૂન મેરેથોન પ્રવૃત્તિ પણ તેનો એક ભાગ છે. એક પત્રકાર પરિષદને સંબોધતા એડવેન્ચર એન્ડ યુના મિતેશ રાંભિયા, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના આસિસ્ટન્ટ મેનેજર શ્રી મુનેશ કૌશલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત પચમઢી દેશના સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે.

ચોમાસા દરમિયાન પચમઢી તેની સુંદરતાની ટોચ પર હોય છે. આવી સ્થિતિમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દેશભરમાંથી દોડવીરો મોનસૂન મેરેથોનમાં ભાગ લેવા પચમઢી પહોંચે છે. આયોજકોએ જણાવ્યું હતું કે તમામ દૌડ સમયબદ્ધ દૌડ છે. સહભાગીઓને ટાઇમિંગ ચિપ, સર્ટિફિકેટ, ડ્રાય-ફિટ મેરેથોન ટી-શર્ટ, ફિનિશર્સ મેડલ, રેસ પછી રિફ્રેશમેન્ટ અને સંપૂર્ણ રૂટ સપોર્ટ મળશે. પ્રથમ 1000 સહભાગીઓ માટે જ નોંધણી સ્વીકારવામાં આવશે.
આ કેટેગરીમાં થશે મેરેથોન
5 કિમી – ફેમિલી ફન રન (પાંચ વર્ષ અને તેથી વધુ)
10 કિમી – સહનશક્તિ દોડ (15 વર્ષ અને તેથી વધુ)
21 KM – પચમઢી હાફ મેરેથોન (18 વર્ષ અને તેથી વધુ)
42 KM – પચમઢી હિલ ફુલ મેરેથોન (18 વર્ષ અને તેથી વધુ)
વેબસાઇટ પર નોંધણી કરો: www.adventuresandyou.com
મો.નં.- 9860565870
#bharatmirror #bharatmirror21 #news #mptb #madhypradesh #ahmedabad
