હૃદયરોગના હુમલાનો ભોગ બનેલી અને હૃદયમાં 99 ટકા બ્લોકેજ ધરાવતી 107 વર્ષની મહિલાની એન્જિયોપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરાઈ
દર્દી 107 વર્ષની નાજુક તબિયત ધરાવતી મહિલા છે જેના પુત્રની પણ ભૂતકાળમાં ડૉ. કેયુર પરીખ દ્વારા સારવાર કરવામાં આવી છે
મરેંગો સિમ્સ હોસ્પિટલ ભારતમાં પસંદગીના હેલ્થકેર ડેસ્ટિનેશન તરીકે ઝડપથી ઊભરી રહી છે
નીતા લીંબાચીયા, અમદાવાદ
09 જૂન 2022:
મરેંગો સિમ્સ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દી, મધ્ય પ્રદેશના 107 વર્ષીય મહિલાની એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99% બ્લોકેજ જોવા મળ્યું હતું. ખૂબ જ નાજુક તબિયત ધરાવતી મહિલાએ એક મોટો પડકાર રજૂ કર્યો જેમાં હૃદયની સ્થિતિને યથાવત કરવા માટે એક પ્રોસીજર હાથ ધરવી જરૂરી બની ગઈ હતી. મરેંગો સિમ્સ હોસ્પિટલે જીવનના 100 વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક ઝળહળતો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રોસીજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર આ મહિલા ચમત્કારિક રીતે હરતીફરતી થઈ ગઈ હતી. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી. ડો. પરીખ એન્જિયોપ્લાસ્ટીમાં 37 વર્ષથી વધુનો અનુભવ (અમેરિકા અને ભારતમાં) ધરાવે છે અને તેમની ક્લિનિકલ પ્રેક્ટિસના છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ પ્રોસીજર હાથ ધરનાર પ્રેક્ટિશનર્સમાં સ્થાન ધરાવે છે.
આઈસક્રીમ ખાવાના શોખીન જમનાબેન (નામ બદલ્યું છે)ને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે પરિવારને લાગ્યું કે તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે ત્યારે તેમણે તેમને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં જરાય વિલંબ ન કર્યો. લગભગ આઠ કલાકની મુસાફરીમાં આ 107 વર્ષની વયની મહિલાને અમદાવાદ લાવવી એ સમગ્ર પરિવારનો સંપૂર્ણ પ્રેમ અને નિશ્ચય હતો. મહિલા દર્દીમાં નબળાઈ હોવા છતાં, કુટુંબને મરેંગો સિમ્સ હોસ્પિટલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ વિશ્વાસ હતો, જ્યાં ક્લિનિકલ એક્સીલન્સ સાથે દરેક દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે, અને તેઓ તેમના નિર્ણયોમાં ખોટા નહોતા.
મરેંગો સિમ્સ હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. સીએબીજી (બાયપાસ સર્જરી) માટે સારવાર કરાયેલ બ્રિટન/કેન્યાની નાગરિકતા સાથે કેન્યાના 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી, જ્હોન વ્હાઇટ (નામ બદલ્યું છે)નો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે. જમનાબેનના કિસ્સામાં, પડકારો તેમની વય કરતાં પણ વધુ હતા.
રેડિયલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા માટે દર્દી એટલો તંદુરસ્ત હોવો જોઈએ કે તેના કાંડામાં ડોક્ટરો રેડિયલ આર્ટરી શોધી શકે જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. મરેંગો સિમ્સ એ ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાંની એક છે જે એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે. આ ઉપરાંત ગુજરાતમાં આ એકમાત્ર સેન્ટર છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
#bharatmirror #bharatmirror21 #news #marengocimshospital #ahmedabad