જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક
રાજકોટ
06 જૂન 2022:
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૧ કેસો પૈકી ૪ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૩૧ કેસો પૈકી ચોવીસ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૩ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમા પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી ઠક્કર, ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીના, ડેપ્યુટી કલેકટર એન. એફ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કે. વી. બાટી, શ્રી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #landgrabbing #rajkot #ahmedabad
