અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ
નીતા લીંબાચીયા, અમદાવાદ
11 જૂન 2022:
કોમ્યુનિકેશન સ્કીલ્સ તેમજ અન્ય સોફ્ટ સ્કીલ્સ આજના વિશ્વમાં મહત્વની છે, પરંતુ દેશમાં તેની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવે છે. તેમની ગેરહાજરી આજની પેઢી માટે એક મોટી સમસ્યા તરીકે ઓળખવામાં આવી છે. ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં, અંગ્રેજી માં કડકડાટ કોમ્યુનિકેશન કરવું હજુ પણ ઘણા લોકો માટે એક પડકાર છે, જે ઉજ્જવળ કારકિર્દીની તકોને મર્યાદિત કરે છે. પરંતુ, આ બધું બદલવા માટે તૈયાર છે.
યુવાનોને આવશ્યક ભાષા કૌશલ્યોથી સજ્જ કરવાની તાતી જરૂરિયાતને સમજીને દક્ષમ I–ભાષા, અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ, એ I-ભાષા લેબ શરૂ કરી છે, જે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની તાલીમ પૂરી પાડે છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓનાં કૌશલ્યનો તફાવત પૂરો કરવા દેશમાં આ પ્રકારની ટેકનોલોજી આધારિત પ્રથમ પહેલ છે.
I-ભાષા લેબ અત્યાધુનિક અને ભવિષ્યવાદી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની તાલીમ પૂરી પાડે છે અને વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો પૂરા પાડે છે.
આ તાલીમ વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રારંભિક તબક્કે કારકિર્દીના ધ્યેયો નક્કી કરવામાં, જરૂરી કૌશલ્યો વિકસાવવામાં અને આગામી જીવન માટે પોતાને તૈયાર કરવામાં મદદ કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ આવશ્યક કૌશલ્યો જેમ કે એડેપ્ટિબિલિટી, નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ, ફ્લેક્સિબિલિટી અને ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે.
#bharatmirror #bharatmirror21 #news #i-languagelab #ahmedabad