નીતા લીંબાચીયા, અમદાવાદ
01 જૂન 2022:
અગ્રણી કન્સ્ટ્રક્શન કંપનીઓ પૈકીની એક હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેના રેડી-મિક્સ કોંક્રિટ (આરએમસી) બિઝનેસનું વિસ્તરણ કરતાં શહેરમાં બીજા પ્રોડક્શન એકમનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી પ્રોડક્શન સુવિધાનો ઉદ્દેશ્ય શહેરમાં માળખા અને રિયલ એસ્ટેટ સેક્ટરની રેડી-મિક્સ કોંક્રિટની સતત વધી રહેલી માગને પૂર્ણ કરવાનો છે.
હાલમાં કંપની 60 ક્યુબિક મીટર્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને નવો પ્લાન્ટ કુલ ક્ષમતામાં વધુ 112 ક્યુબિક મીટર્સનો ઉમેરો કરતાં એકંદર વોલ્યુમમાં વધારો થશે. કોંક્રિટ પ્લાન્ટના કૂલિંગ માટે વોટર ચિલર સહિતની નવીન ટેક્નોલોજીથી સજ્જ પ્લાન્ટથી કોંક્રિટના ઝડપી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનને સુનિશ્ચિત કરી શકાશે.
આ પ્લાન્ટ ખૂબજ અનુકૂળ સ્થળે આવેલો છે, કે જ્યાંથી બોપલ, ગોતા, સાયન્સ સિટી, ભાડજ અને વૈશ્ણોદેવી વગેરે જેવાં આસપાસના વિસ્તારોની માગને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી રહેશે.