નીતા લીંબાચીયા, અમદાવાદ
08 જૂન 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વુમન કમિટિ દ્વારા “હેલ્થફેર-2022″નું આયોજન કરવામાં આવેલ હતું. જેનું ઉદ્ઘાટન સ્ત્રી અને બાળ વિકાસના મંત્રી સુશ્રી મનિષાબેન વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે “ઉદ્યમી પોર્ટલ”નું લોંચીંગ પણ કરવામાં આવ્યું હતું.

પ્રમુખશ્રી હેમંતભાઇ શાહ દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યુ હતું. વુમન કમિટિના ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌલ વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સુશ્રી મનિષાબેન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમાં વુમન આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન આપવા તેમજ એકબીજાને સાથ સહકાર આપવાની અપીલ કરી હતી.
કમિટિ દ્વારા હેલ્થફેરની સાથે મેન્ટલ હેલ્થ અને ફીઝીકલ હેલ્થ ઉપર એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બે સેસન્સ કરવામાં આવ્યા હતા.

સવારના સેશન્સમાં ડૉ. મોના દેસાઇ, નેશનલ ચેરપર્સન, IMA MPH Wing, ડૉ. નિમ્રત સિંઘ, ખ્યાતનામ સાઇકોલોજીકલ અને મીસ સોહીની શાહ, અમદાવાદના જાણીતા nutritionist એ સેશન દરમ્યાન વુમન પોતાને મેન્ટલી અને ફીઝીકલી કેવી રીતે ફીટ રાખી આગળ વધી શકે તેના વિશે માહિતી પુરી પાડી હતી.
બીજા સેશનમાં ડૉ. શૌનક પટેલ, ડર્મેટોલોજીસ્ટ, દેવ દેસાઇ, ફીટનેસ ટ્રેઇનર કાર્વંડ અને ડૉ. પ્રિયંકા ચીરીપાલ, બ્રેસ્ટ કેન્સર સર્જન, ઝાયડસ દ્વારા ફીટનેસ અને બ્રેસ્ટ કેન્સર વિશેની જાગૃતતા આપવામાં આવી હતી.

આ હેલ્થફેરની સફળતામાં સ્પોન્સરર તરીકે કે. ડી. હોસ્પિટલ, ગુલાબ ઓઇલ, જીંજુવાડીયા જ્વેલર્સ, આર્યુંનેટ હેલ્થ કેરનો સાથ અને સહકાર મળ્યો હતો.
આ સાથે GCCI દ્વારા રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિઝનેસ વિમેન કમિટિના મેમ્બર્સે રક્તદાન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #healthfare-2022 #gcci #ahmedabad
