નીતા લીંબાચીયા, અમદાવાદ
30 જૂન 2022:
અમદાવાદ શહેરમાં નિકળનારી એતિહાસિક ૧૪૫ મી રથયાત્રા પ્રસંગે ખ્રિસ્તી સમાજ તરફથી ખ્રિસ્તી ધર્મ ના વડા બિશપ રત્ના સ્વામી અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .
ગુજરાત અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેમજ ગુજરાતમાં શાંતિ ભાઈચારો અને કોમી એકતા નું વાતાવરણ જળવાયેલું રહે તથા ચાલું વર્ષે ચોમાસું સારું જાય અર્થતંત્ર ધબકતું રહે, તેવી પ્રાર્થના પણ ખ્રિસ્તી સમુદાય તરફ થી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બિશપ રત્નાસ્વામી,જ્યોર્જ ડાયસ, ફાધર નિલેશ,પોલ મેકવાન,પુષ્પાબેન ડી કોસ્ટા,સંજય મેકવાન વગૈરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બિશપ રત્નાસ્વામી એ જણાવ્યું હતુ કે રથયાત્રા પવૅ લોકોત્સવ તરીકે ભાઈચારા અને કોમી એખલાસ ઉજવવાની અપીલ કરી હતી.