નીતા લીંબાચીયા, અમદાવાદ
30 જૂન 2022:
1966 માં માંગરોળમાં એક જ બૉઇલ મિલ સાથે શરૂ થયેલી અને નાણાકીય વર્ષ 2021-22 માં 2100 કરોડના ટર્નઓવરને પાર કરવા માટેની યાત્રાગુબાબ ઑઇલ માટે એક લાંબી મજલ રહી છે. આજે, આબ્રાન્ડ અને રાજ્યમાં બહુવિધ પ્રોસેસિંગ એકમો ધરાવે છે અને પોતાનામુખ્ય સિંગ તેલ (ગ્રાઉન્ડનટ ઑઇલ) માટે તંદુરસ્ત બજાર નેતૃત્વનો આનંદ માણે છે. કંપની ખાદ્ય તેલની એક શ્રેણી પણ રજૂ કરે છે, જેના પર લાખો પરિવારનો વિશ્વાસ રહેલો છે. તેની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે, ગુલાબ ઓઇલ્સે તાજેતરમાં ખાદ્ય તેલની તેની સમગ્ર શ્રેણી માટે એક નવો ‘બૂક’ રજૂ કર્યો છે. આ નવો લૂક સમગ્ર દેશમાં વ્યાપક ગ્રાહક જૂથોને સેવા પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
કંપનીના નવા લુક વિશે બોલતા ગુલાબ ઑઈલ એન્ડ ફૂડ્સ પ્રા.લિ.ના સીએમડી મુકેશ નથવાણીએ જણાવ્યું, ” કંપની પહેલાથી જ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઉપસ્થિત છે. અને 2024 ના અંત સુધી 10 રાજ્યોમાં વિસ્તરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ વધતી જતી માગને સમર્થન આપવા માટે અમારી પાસે એક અત્યાધુનિક ઉત્પાદન એકમ છે, જે હાલમાં નિર્માણાધીન છે. અને વર્ષ 2023 ના મધ્ય સુધીમાં કાર્યરત થઇ જશે. આ એકમ કાર્યરત થતા ખાદ્યતેલોની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ટનથી 1000 ટન સુધી વધી જશે . દેશવ્યાપી વિસ્તરણ ઉપરાંત, ગુલાબ ગ્રુપે પાછલા 5 વર્ષમાં ગુલાબ ગુડનેસ, રિવાઇડ સ્નેક્સ અને ટુ સ્ટોરી લૉન્ચ કરી છે. આ તમામ બ્રાન્ડ મુખ્ય રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોને સ્વચ્છ અને ટકાઉ ખાદ્ય ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે,
ગુલાબ ઑઇલ એન્ડ ફૂડ્સ પ્રા.લિ.ના ડિરેક્ટર દિશિત નથવાણીએ જણાવ્યું, “ ઑનલાઇન ખરીદદારોને સંતોષવા માટે અમે shopgulab, com નામથી પોતાનું ઇ – કોમર્સ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે , જે તમામ ઉત્પાદનને સમગ્ર ભારતમાં વિતરીત કરે છે . સતત વિકસતી ભાવના , પ્રામાણિક ઉત્પાદનો અને મજબૂત વ્યવસ્થાપન સંયુક્તપણે ગુલાબ ઓઇલ્સને દેશ ભરમાં એક ઘરેલૂ નામ બનાવવા માટે એક મજબૂત દાવેદાર બનાવે છે.