નીતા લીંબાચીયા, અમદાવાદ
10 જૂન 2022:
કંપની આગામી ત્રણ ગુજરાતી ફિલ્મો માટે એનએફટી રિલીઝ અંગે વાતચીત કરી રહી છે
એનએફટી એ ક્રિપ્ટો ડિજિટલ એસેટ્સ છે જે બ્લોકચેનમાં અસ્તિત્વ ધરાવે છે. તે અનન્ય અને વિશિષ્ટ છે. દરેક એનએફટી તેના પોતાના અનન્ય કોડ સાથે આવે છે અને તેની નકલ કરી શકાતી નથી
અમદાવાદ, જૂન 09, 2022 – બોલિવૂડની હસ્તીઓ વધુ નાણાં કમાવવા અને ચાહકોમાં જાગૃતતા લાવવા માટે નોન-ફંજિબલ ટોકન્સ (એનએફટી) દ્વારા વધુને વધુ ડિજિટલ એસેટ લોન્ચ કરી રહી છે ત્યારે અમદાવાદ સ્થિત સ્ટાર્ટ-અપ એન્ટરટેઈનમેન્ટ સેક્ટર માટે, ખાસ કરીને ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતના પ્રથમ એનએફટી લાવી રહ્યું છે. શ્રી મનિત ભાટિયા દ્વારા સ્થપાયેલ, એઆઈઓ ફેન્સ એક અનોખા પ્લેટફોર્મ સાથે આવી રહી છે જ્યાં ચાહકો તેમના ઓડિશન અથવા મનપસંદ મૂવી સીન અથવા ગીતો, ન જોવાયેલા ફૂટેજના એનએફટી ખરીદીને તેમના મનપસંદ સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસ સાથે જોડાઈ શકે છે. કંપની આગામી લાઈમલાઈટ પ્રોડક્શન્સની ફિલ્મ ‘સાતમ આઠમ’ માટે તેમના એનએફટી લોન્ચ કરી રહી છે અને એનએફટી રિલીઝ માટે અન્ય ત્રણ આગામી ગુજરાતી મૂવીઝ સાથે વાતચીત કરી રહી છે.
આ અંગે વિગતો રજૂ કરતાં, એક્ટ ઈટ આઉટના સ્થાપક, શ્રી મનિતસિંહ ભાટિયાએ જણાવ્યું હતું કે “એઆઈઓ ફેન્સ એ એક ફેન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ છે જે 17 જૂન, 2022ના રોજ રીલિઝ થનારી આગામી ગુજરાતી ફિલ્મ ‘સાતમ આઠમ’ માટે સંપૂર્ણ એનએફટી લોન્ચ કરી રહ્યું છે. અમે તેમના માટે વિવિધ પ્રકારના એનએફટી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમારી પાસે ફિલ્મના અધિકારો છે અને અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે અન્ય તમામ કલાકારો અને પ્રોડક્શન હાઉસ માટે યોગ્ય ટ્રેન્ડ સેટ કરીએ.”
એનએફટી કલાકારોને યુનિક ડિજિટલ વર્ક્સ બનાવવાની મંજૂરી આપે છે, જેને ગમે તે સ્વરૂપમાં કલ્પી શકાય, અને બ્લોકચેન દ્વારા પ્રશંસકો અને કલેક્ટર્સને સીધા જ વેચી શકાય. એનએફટીની સતત વૃદ્ધિએ ઘણા ઉદ્યોગોને પરિવર્તિત કર્યા છે અને તે આગામી દાયકામાં જબરજસ્ત વૃદ્ધિ માટે તૈયાર છે.
શ્રી મનિતસિંહે વધુમાં ઉમેર્યું હતું કે એઆઈઓ ફેન્સ સાથે અમે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જ્યાં ચાહકો તેમના ઓડિશન અથવા મનપસંદ મૂવી સીન અથવા ગીતો, અનસીન ફૂટેજના એનએફટી ખરીદીને તેમના મનપસંદ સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસ સાથે જોડાઈ શકે. અમે ચાહકો માટે અંદરોઅંદર અને સેલિબ્રિટી સાથે વાર્તાલાપ કરવા, મળવા અને અભિવાદન કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવાની યોજના બનાવીએ છીએ જેમાં કોન્સર્ટ ટિકિટ, મૂવી પ્રીમિયર, ઇન્સ્ટા-લાઇવ અને અન્ય વિવિધ કમ્યૂનિટી બિલ્ડિંગ એક્ટિવિટીઝ જેવી એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ હશે. અમે એક વિશિષ્ટ ફેન ક્લબ બનાવવાની યોજના બનાવીએ છીએ જ્યાં એઆઈઓ ફેન્સ એનએફટી ધારકો એવી ક્લબમાં સભ્યપદ પ્રાપ્ત કરી રહ્યાં છે જેના લાભો અને ઑફર સમય જતાં વધશે.
અમે અમારા પ્લેટફોર્મ પર એક પ્રિડિક્શન ગેમ રાખવાની પણ યોજના બનાવીએ છીએ જ્યાં ચાહકો મૂવીના ઓપનિંગ્સ, રિવ્યૂઝ, સ્ક્રીન ટાઈમ અંગે આગાહી કરે છે અને બદલામાં એઆઈઓ ટોકન્સ જીતે છે.
એક પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ જ્યાં પ્રાદેશિક પ્રોડક્શન હાઉસ અને કલાકારો એનએફટીનું પ્રી-લોન્ચિંગ કરીને તેમની આગામી મૂવી, ગીતો અથવા શો માટે સ્પોન્સરર્સ શોધી શકે. અમે દૃઢપણે માનીએ છીએ કે આ સેક્ટરમાં પ્રવેશવા માટે આ એક વિશાળ જગ્યા છે કારણ કે દરેક કલાકાર/પ્રોડક્શન હાઉસ પોતાનું પ્લેટફોર્મ બનાવી શકતું નથી અને અમે 2017થી ઑડિશન સ્પેસમાં પહેલેથી જ છીએ તે અમને અન્ય લોકો કરતાં એક કદમ આગળ રાખે છે.
અત્યારે અમારું પહેલું પગલું પહેલી જુલાઈના રોજ રીલિઝ થનારી આગામી પ્રાદેશિક મૂવી (ગુજરાતી) માટે સંપૂર્ણ એનએફટી લૉન્ચ કરવાનું છે. અમે 09 જૂનથી તેમના વિવિધ પ્રકારના એનએફટી લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે અન્ય તમામ કલાકારો અને પ્રોડક્શન હાઉસ માટે યોગ્ય ટ્રેન્ડ સેટ કરીએ.
છેલ્લા એક વર્ષમાં, ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ એનએફટી લોન્ચ કરવામાં ભારે રસ બતાવ્યો છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રજનીકાંત, સની લિયોની, દિનેશ કાર્તિક, કમલ હસન, મનીષ મલ્હોત્રા, યુવરાજ સિંહ જેવા અનેક નામો છે જેમણે તેમના એનએફટી લોન્ચ કર્યા છે. ગયા વર્ષે, બિગ બીએ તેમના પિતા હરિવંશરાય બચ્ચનની પ્રતિષ્ઠિત કવિતા ‘મધુશાલા’ નું પઠન એનએફટીના રૂપમાં વેચ્યું હતું જેના લગભગ રૂ. 7 કરોડ ઉપજ્યા હતા. તાજેતરમાં, કેજીએફ ચેપ્ટર-2 ફિલ્મના પ્રોમોના ભાગરૂપે 1,000 એનએફટી રિલીઝ કરવામાં આવ્યા હતા અને તે રિલીઝ થયાની ગણતરીની મિનિટોમાં વેચાઈ ગયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #gujaratfirstnftsforentertainmentsector #ahmedabad