નીતા લીંબાચીયા, અમદાવાદ
22 જૂન 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આજ રોજ GCCI ખાતે $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા હાંસલ કરવા માટે કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ભૂમિકા પર પરિસંવાદનું આયોજન મુખ્ય અતિથિ ડૉ. મનસુખભાઈ માંડવિયા, માનનીય કેન્દ્રીય મંત્રી, કેમીકલ એન્ડ ફર્ટીલાઝર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું અને કોવિડ-19 સામે ભારતના રસીકરણ કાર્યક્રમ માટે કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના માનનીય કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્ર સરકાર દ્વારા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર માટે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી વિવિધ યોજનાઓની પ્રશંસા કરી હતી અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના સહકારને સ્વીકારતા, તેમણે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેમિકલ ઉદ્યોગના વિકાસ માટે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા હતા જેમ કે નિયત સમયરેખામાં પરવાનગીઓ અને કેમિકલ્સ ક્ષેત્ર માટે PLI યોજનાની રજૂઆત કરી હતી.

GCCI સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી પથિક પટવારીએ તેમના પ્રાસંગીક સંબોધનમાં USD 5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવા માટે કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારત પાસે વૃદ્ધિની નોંધપાત્ર તકો છે કારણ કે વૈશ્વિક કંપનીઓ તેમની સપ્લાય ચેઈનને જોખમથી દૂર કરવા ચીનમાંથી સ્થળાંતર કરી રહી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે નવા વિકસિત બજારો ફાર્મા ઉદ્યોગ માટે વૃદ્ધિના પરિબળો બનશે અને ભારત રસીના ઉત્પાદન અને વિતરણમાં વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવશે.

શ્રી જગદીશ વિશ્વકર્મા, સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી(રાજ્ય કક્ષા)એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવા માટેના પડકારો અને જરૂરિયાતો વિશે ઉદ્યોગ પાસેથી જાણવા માંગે છે. તેમણે દહેજમાં થયેલા ઔધોગિક વિકાસના કાર્યો વિષે જણાવ્યું હતું અને અન્ય આવા ક્યા પ્રોજેક્ટ્સ પર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એ અંગેના સૂચનો આપવા જણાવ્યું હતું. સહભાગીઓએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા જે માનનીય મંત્રી દ્વારા સાંભળવામાં અને નોંધ લેવામાં આવ્યા હતા.

ડૉ. મનસુખ માંડવિયા, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના માનનીય કેન્દ્રીય પ્રધાને તેમના મુખ્ય સંબોધનમાં સૂચન કર્યું હતું કે ઉદ્યોગોએ સમસ્યાઓની સાથે સંભવિત ઉકેલો પણ સૂચવવા જોઈએ. તેમણે ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી અડચણોને ઘટાડવા માટે હિતધારકોના પરામર્શના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સૂચન કર્યું કે ઉદ્યોગોએ તેમની વૃદ્ધિ વધારવા માટે low-hanging fruits and the sunrise sectors ક્ષેત્રોનો લાભ લેવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે R &D ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે અને તેથી સરકાર આર એન્ડ ડીને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનો આપી રહી છે. ડૉ. માંડવિયાએ કૌશલ્યવર્ધન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગો સાથે સંયુક્ત રીતે સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો. માનનીય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે કે સરકાર કેમિકલ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પહેલ કરી રહી છે જેમ કે કેમિકલ્સ પાર્ક સ્થાપવા અને બેઝિક કેમિકલ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.તેમણે GCCI ને વિકાસ અને વૃદ્ધિ માટે બિઝનેસ ડેલિગેશન સાથે વૈશ્વિક કેમિકલ હબની મુલાકાત લેવાનું પણ સૂચન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #usd #ahmedabad
