ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના (IREDA ) સહયોગથી તા:10મી જૂન, 2022ના રોજ રિન્યુએબલ્સ થ્રુ ગ્રીનિંગ ઈન્ડિયા પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું.
નીતા લીંબાચીયા, અમદાવાદ
12 જૂન 2022:
શ્રી હેમંત શાહે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે અને ગુજરાતના કચ્છના રણમાં ભારતનો સૌથી મોટો સોલાર પાવર પાર્ક બનવા જઈ રહ્યો છે જે રિન્યુએબલ એનર્જી ના ઉદ્યોગ માટે વધુ તકો ઉભી કરશે.
શ્રી પ્રદિપ કુમાર દાસ, CMD, IREDA, તેમના મુખ્ય વક્તવ્યમાં ગુજરાતના ઉદ્યોગ અગ્રણીઓ અને રોકાણકારોને રિન્યુએબલ એનર્જી (RE) સેક્ટર જે માત્ર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી રહ્યાં નથી પરંતુ Co2 ઉત્સર્જન પણ ઘટાડી રહ્યા અને જીવનની ગુણવત્તામાં સુધારોછે તેના પર ધ્યાન આપવા અને RE પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા વિનંતી કરી હતી. માનનીય વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ એનર્જી ક્ષમતાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે અને ગુજરાત તેની ગ્રીન એનર્જી ક્ષમતાનો ઉપયોગ કરીને આ લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.
શ્રી ચિંતન શાહ, ડિરેક્ટર (ટેક્નિકલ), IREDA દ્વારા થીમ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત RE મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ માટે ઇકોસિસ્ટમ બનાવીને RE સેક્ટરના લેન્ડસ્કેપને બદલી શકે છે. અન્ય RE ક્ષેત્રો ઉપરાંત, IREDA સ્પર્ધાત્મક વ્યાજ દરો પર RE ઉત્પાદન માટે ધિરાણ પણ કરે છે. તેનાથી સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે.
ઉદ્યોગના દ્રષ્ટિકોણ પર ચર્ચા દરમિયાન શ્રી પ્રણવ મહેતા, ચેરમેન, ગ્લોબલ સોલર કાઉન્સિલ, શ્રી કુંજ શાહ, સીએમડી, ઝોડિક એનર્જી લિ. અને શ્રી સચિન શાહ, સ્ટાર એનર્જી જણાવ્યું હતું કે પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના ના મધ્યસ્થી ની ખાસ જરૂરિયાત છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #renewablesthroughgreeningIndia #ahmedabad