• બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક અને રોડ ટ્રાફિક અકસ્માતો સૌથી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર કટોકટી
• મેરેન્ગો સિમ્સ 15 મીનીટમાં ‘સબસે ફાસ્ટ આપકે પાસ’ એમ્બ્યુલન્સ ઓફર કરે છે
નીતા લીંબાચીયા, અમદાવાદ
01 જૂન 2022:
બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક અને રોડ ટ્રાફિક અકસ્માતો જેવી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે જેસીઆઇ ધોરણો અનુરૂપ 11 સમર્પિત બેડ સાથે મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદે ઇમર્જન્સી વિભાગને નવેસરથી પરિભાષિત પ્રોટોકોલ સાથે નવી ઉર્જા પ્રદાન કરી છે કારણકે દરેક જીવન માટે દરેક મીનીટ મહત્વપૂર્ણ ગણાય છે.
જોઇન્ટ કમીશન ઇન્ટરનેશનલ (જેસીઆઇ) એક્રિડેશન અને સર્ટિફિકેશન દર્દીની કાળજી અને સલામતી માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેર માટે વૈશ્વિક લીડર તરીકેની ઓળખ ધરાવે છે. ભારતમાં માત્ર 36 જેસીઆઇ એક્રિડેટેડ હોસ્પિટલ્સ છે.
બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક અને માર્ગ અકસ્માત સંબંધિત મૃત્યુ ઉપરના અભ્યાસ મૂજબ ભારતમાં સ્ટ્રોક મૃત્યુ અને વિકલાંગતા માટેનું મુખ્ય કારણ છે. ગુજરાતમાં માસિક અંદાજે 18000 બ્રેઇન સ્ટ્રોકના કેસ નોંધાય છે.
વર્ષ 2019માં 1.51 લાખથી વધુ માર્ગ અકસ્માત સંબંધિત મૃત્યુ સાથે ભારત 199 દેશોમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યા બાબતે પ્રથમ ક્રમે છે તથા વિશ્વભરમાં માર્ગ અકસ્માત સંબંધિત મૃત્યુમાં લગભગ 11 ટકા હિસ્સો ધરાવે છે.
ઇઆરમાં સુધારો કરવાનો પ્રયાસ ગોલ્ડન અવર દરમિયાન વધુ લોકોના જીવ બચાવવાનો તથા આપાતકાલીનને કારણે સર્જાતી જાનહાનિને રોકવાનો છે.
સૌથી મોટો પડકાર એ છે કે ઘણાં હોસ્પિટલ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક સામે ત્વરિત સારવાર પ્રદાન કરવા માટે સજ્જ નથી તેમજ આ પ્રકારની ઇમર્જન્સીમાં કયા ઇઆરમાં જવું તેની દર્દીઓને જાણકારી ન હોવાથી મહત્વપૂર્ણ સમય વેડફાઇ જાય છે.
મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં સૌથી મોટું, મલ્ટી સુપર સ્પેશિયાલિટી, જેસીઆઇ અને એનએબીએચ એક્રિડેટેડ હોસ્પિટલ છે કે જેણે બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક અને માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને બચાવવા માટેના પ્રોટોકોલ ઉપર કેન્દ્રિત સુવિધાઓ સાથે સેન્ટર ઓફ એક્સલન્સ (સીઓઇ) અનુરૂપ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ વિકસાવ્યો છે. મેરેન્ગો સિમ્સ હોસ્પિટલનો સેન્ટ્રલ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર – 1800 309 9999 છે તથા માત્ર તેની જ એમ્બ્યુલન્સ સર્વિસ અમદાવાદ શહેરમાં 15 મીનીટમાં પહોંચે છે.
24X7 ઇમર્જન્સીની બીજી વિશેષતાઓ ઉત્તમ જેસીઆઇ પ્રોટોકોલ, રાત્રે સિનિયર કન્સલ્ટન્ટની ઉપલબ્ધતા, રાત્રે 8 વાગ્યા બાદ કોઇપણ વધારાના ઇમર્જન્સી ચાર્જ નહીં, ગોલ્ડન અવર પ્રોટોકોલ, આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ, સ્ટ્રોક રેડી પ્રોટોકોલ, મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ, સ્પેશિયલાઇઝ્ડ આઇસોલેશન રૂમ, સીટી, એમઆરઆઇ, ઇઆરની નજીક કેથ લેબ અને ઓપરેશન થિયેટર વગેરે છે.
મેરેન્ગો એશિયા હેલ્થકેરના સ્થાપક સદસ્ય, એમડી અને સીઇઓ ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, એક સારો ઇમર્જન્સી વિભાગ ઘણાં દર્દીઓ માટે મૃત્યુદરમાં ઘટાડો કરવામાં, સારવારના પરિણામોમાં વધારો કરવામાં, રિહેબિલિટેશનનો સમય ઘટાડવામાં તથા સારવાર ખર્ચ મર્યાદિત કરવામાં યોગદાન આપે છે. દરેક પ્રતિષ્ઠિત સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલે હેલ્થકેર યુનિટના અનિવાર્ય હિસ્સા તરીકે ઝડપી પ્રતિભાવના સમય સાથે ઇઆર સામેલ કરવું જોઇએ. દરેક સપોર્ટ કામગીરી સાથે તાલીમબદ્ધ અને સમર્પિત ચિકિત્સકોની ઝડપી કામગીરી સાથે અમે ઇઆર સુવિધાઓને પુનઃવ્યાખ્યાયિત કરવામાં નવા ધોરણો સ્થાપિત કરવાનો તથા હેલ્થકેરમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.
મેરેન્ગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરિખે જણાવ્યું હતું કે, બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક 25થી 35 વર્ષના વયજૂથની યુવા વસતીને વધુ અસર કરી રહ્યાં છે અને અકાળે લોકો જીવન ગુમાવે છે. માર્ગ અકસ્માત સંબંધિત મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. અમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના લક્ષણોની ઓળખ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવા પ્રયાસરત છીએ તથા ગોલ્ડન અવર અંગે જાણકારી પેદા કરવામાં મદદરૂપ બની રહ્યાં છીએ. નવા પ્રોટોકોલ રજૂ કરવાના અમારા પ્રયાસો મેડિકલ પ્રતિભાવ તથા સપોર્ટ કામગીરીના પ્રતિસાદને મજબૂત કરવા ઉપર કેન્દ્રિત છે. તે એક મેટ્રિક્સ પણ તૈયાર કરે છે, જેમાં દર્દી અથવા અટેન્ડન્ટ સરળતાથી તબીબી મદદ પ્રાપ્ત કરી શકે છે, જેથી આપણે આ પરિસ્થિતિઓમાં વધુ લોકોના જીવ બચાવવા સક્ષમ બની શકીએ.
#bharatmirror #bharatmirror21 #news #cims #merongocims #ahmedabad