સરસ્વતી સંગીત કલાસના બાળકોની મ્યુઝિક થેરાપી દ્વારા ચિન્મય માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો ગરબા રમ્યા
નીતા લીંબાચીયા, અમદાવાદ
29 જૂન 2022:
અમદાવાદ તા. ૨૭ જૂન, ૨૦૨૨ – ગુડવીલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા સરખેજ ખાતે આવેલી ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકો માટે મ્યુઝિક થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે માનસિક રીતે દિવ્યાંગ બાળકો, શ્રોતાઓ તથા મહેમાનો માટે હાઇજેનિક ભોજનની વ્યવસ્થા પણ ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.
ચિન્મય દિવ્યાંગ સંસ્થાના સંચાલક ડો. ગર્ગ શુકલએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે સરસ્વતી સંગીત કલાસના બાળકો દ્વારા મ્યુઝિક થેરાપીના ભાગરૂપે ભાતીગળ રાસગરબાની જે રમઝટ બોલાવવામાં આવી તેનાથી અમારા બાળકોને અત્યંત ખુશી પ્રાપ્ત થઈ છે. ગરબાના આયોજન બાદ બાળકોને આપવામાં આવેલા હાઈજેનિક ભોજન માટે અમે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના આભારી છીએ.
સરસ્વતી સંગીત સ્કુલના સંસ્થાપક શ્રી વિક્રમભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય બાળકોની જેમ માનસિક રીતે દિવ્યાંગ બાળકો પણ સંગીતનો આનંદ માણી શકે છે, તેમના આનંદની અભિવ્યક્તિ સમજવા આવા મ્યુઝિકલ થેરાપીના કાર્યક્રમ થવા જરૂરી છે.
આ સમગ્ર કાર્યક્રમનનું આયોજન શ્રી આશિષભાઈ પટેલ અને સંજયભાઇ શુકલે કર્યુ હતું.