નીતા લીંબાચીયા, અમદાવાદ
24 જૂન 2022:
અમદાવાદઃ ફાર્મા ક્ષેત્રની ટોચની કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સે મંગળવારે અગ્રણી ડોકટરોના સહયોગથી 50 થી વધુ સ્થળોએ યોગ દિવસ મનાવ્યો હતો.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સે દેશની 34 હૉસ્પિટલ્સમાં મોખરાના 48 ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની સામેલગીરી સાથે યોગ દિવસનુ સંચાલન કર્યુ હતું. આ ડોકટરોએ શરીર, મન અને આત્માને થતા યોગ કરવાના લાભ સમજાવ્યા હતા. 500થી વધુ પેરામેડિકલ સભ્યો પણ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર સામેલ થયા હતા.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઈન્ટરનેશનલ યોગ ડેના હિસ્સા તરીકે કર્મચારીઓ માટે એક સપ્તાહ લાંબા જાગૃતી કાર્યક્રમોનુ પણ આયોજન કર્યુ છે. યોગ નિષ્ણાત સોહમ ત્રિવેદીને ધોળકા અને ભાટ ખાતે, રામપ્રસાદ કહારને અંકલેશ્વરમાં અને વિરેન્દ્રસિંઘ સામ્બયાલને જમ્મુમાં યોગ બેઠકોના સંચાલનની કામગીરી સાંપવામાં આવી હતી.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓએ મોટીસંખ્યામાં આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતોઅને યોગ કરવાની સાચી પધ્ધતિ શિખ્યા હતા. તેમને યોગાસન કરવાથી શરીર અને મનને થતા વિવિધ લાભ સમજાવવામાં આવ્યા હતા તથા નિયમિત યોગ કરવાથી શરીર અને મન વચ્ચે કેવી રીતે સંવાદિતા સાધવામાં સહાય થાય છે તથા રોજબરોજના જીવનમાં તેનો કેવી રીતે લાભ થાય છે તેની માહિતી આપવામાં આવી હતી. તમામ યોગ બેઠકોને અંતે સવાલ જવાબનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેડિલા ફાર્મા હંમેશાં તેના કર્મચારીઓના આરોગ્યને અગ્રતા આપે છે. કર્મચારીઓ શારિરિક અને માનસિક બંને પ્રકારે કેવો અનુભવ કરે છે, તેના આધારે સંસ્થાનો વિકાસ, સ્થિરતા,તાકાત અને સાતત્યજળવાઈ રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #cadilapharma #yoga #ahmedabad