નીતા લીંબાચીયા, અમદાવાદ
22 જૂન 2022:

અથ: યોગશાલા દ્વારા ચલાવવા માં આવતું કર્મ યોગ ફાઉન્ડેશન એ આ 21મી જૂન આંતરરષ્ટ્રિય વિશ્વ યોગ દિવસ ના નિમિત્તે મિરઝાપુર માં આવેલ “જીવન સાધના વૃદ્ધાશ્રમ” માં વડીલોને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા. અને આધ્યાત્મિક રીતે જીવનને ખુશીથી જીવવાની પ્રેરણા આપી હતી.

કર્મ યોગ ફાઉન્ડેશન એ “જીવન સાધના વૃદ્ધાશ્રમ” માં એક વડીલ જે 100માં વર્ષ માં 21મી જૂનના દિવસે પ્રવેશ્યા હતા અને ઘણા વર્ષથી વૃદ્ધાશ્રમમાં એકલતાનું જીવન વિતાવતા હતા તેમની યોગશાલા ટીમે કેક કાપી તેમની 100મી વર્ષગાંઠ ઊજવી હતી.

#bharatmirror #bharatmirror21 #news #ath #yogshala #ahmedabad
