નીતા લીંબાચીયા, અમદાવાદ
23 જૂન 2022:
અમદાવાદની ડીજીટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ટેકનોલોજી સર્વિસીસ કંપની કે જે કેનેડા, યુકે, માલ્ટા અને ભારતમાં હાજરી ધરાવે છે. આ કંપનીએ મંગળવારે પ્રહલાદનગર ગાર્ડનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જાહેર જનતા માટે યોગ સમારંભ યોજીને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી.
ગાર્ડનમાં યોજાયેલ આ યોગ સમારંભમાં યુડીઝ સોલ્યુશન્સના કર્મચારીઓ ઉપરાંત નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
યુડીઝ સોલ્યુશનના સહસ્થાપક અને ડિરેક્ટર શ્રી પ્રતિક પટેલ જણાવે છે કે “યોગ શરીર, માનસ અને આત્મા માટે સારી પ્રવૃત્તિ છે. દુનિયાભરના લોકો યોગને અનુસરી રહ્યા છે તે ભારત માટે ગૌરવની બાબત છે. યોગ કરવાનું શરૂઆતના દિવસોમાં મુશ્કેલ લાગે તો પણ શિસ્ત અને કટિબધ્ધતા સાથે વ્યક્તિ તેમાં બહેતર લાભ મેળવી શકે છે.”
#bharatmirror #bharatmirror21 #news #amc #udjyoga #ahmedabad