નીતા લીંબાચીયા, અમદાવાદ
14 જૂન 2022:
ધોરણ ૧૧ (કોમર્સ) પ્રવેશ પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઓનલાઇન જાહેર થયેલ પરિણામના દિવસે જ સ્થાપિત હિતો માટે પ્રવેશ બંધ કરતા ૭૦ ટકાથી વધારે માકૅસ લાવનાર ગરીબ અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ રખડી પડેલા શાળાના વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપો. માર્કશીટ સીટ મળી નથી તે પહેલા કોને પ્રવેશ આપ્યો તે જાહેર કરો….

ધોરણ ૧૧ (કોમર્સ) પ્રવેશ પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઓનલાઇન જાહેર થયેલ પરિણામના દિવસે જ સ્થાપિત હિતો માટે પ્રવેશ બંધ કરતા રખડી પડેલા શાળાના વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપો.

માર્કશીટ સીટ મળી નથી તે પહેલા કોને પ્રવેશ આપ્યો તે જાહેર કરો, આ અંગે નેલશન હાયર સેકન્ડરી સ્કૂલ,પુનિત આશ્રમ,મણીનગર શાળા સંચાલક મંડળ ને વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ (પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર) અનેડોલીબેન દવે ની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવાગયા હતા.

પરંતુ સંચાલક મંડળને અગાઉથી ખબર પડી જતા તેઓ અને આચાર્યશ્રી શાળા માંથી ભાગી છૂટયા હતા જેથી આઝાદ હાજર રહેલા ઉપાચાર્ય ને આવેદનપત્ર આપી વિગતવાર રજુઆત કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #admissionprocess #ahmedabad
