દેશભરમાં ગ્રાહકો માટે વર્ટૂસનો વિશિષ્ટ પ્રીવ્યુ 14 મેથી શરૂ કરાયો છે અને 08 જૂન 2022 સુધી તમામ 152 ફોક્સવેગન
ડીલરશીપમાં તેનું આયોજન કરવામાં આવશે
ભારતીય બજાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરી રહ્યા છે: 9 જૂન 2022 ના રોજ વર્ટૂસ લોન્ચ થવાની સાથે, ફોક્સવેગન
બ્રાન્ડ સફળતાપૂર્વક ભારત 2.0 પ્રોજેક્ટ પૂર્ણ કરશે
નવી સેડાન ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ હેઠળ બ્રાન્ડની બીજી પ્રોડક્ટ છે, જે પ્રખ્યાત MQB A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં
આવી છે, જેમાં ભાવનાત્મક ડિઝાઇન ભાષા, આકર્ષક એક્સટિરીયર્સ, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, સલામતી અને કનેક્ટિવિટી ફીચર્સ સમાવવામાં આવ્યા છે
ફોક્સવેગન માટે સેફ્ટી સૌથી અગત્યની પ્રાથમિકતા છે, ન્યૂ ફોક્સવેગન વર્ટૂસ 40+ એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સથી
સજ્જ છે, જેમાં 6 એરબેગ્સ અને રિવર્સ કેમેરા છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
ગ્રાહકોને સંપૂર્ણપણે નવી વર્ટૂસનો અનુભવ કરાવવા માટે ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાએ, ગુજરાત રાજ્યમાં તેના 10 વેચાણ ટચપોઇન્ટ્સ પર તેની આકર્ષક, આનંદદાયક, જર્મન- એન્જિનિયર્ડ, નવી વૈશ્વિક સેડાનના વિશિષ્ટ પ્રીવ્યૂનું આયોજન કર્યું છે. ભારત 2.0 પ્રોજેક્ટ હેઠળ વર્ટૂસ આ બ્રાન્ડની બીજી પ્રોડક્ટ છે, જે 9 જૂન 2022 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલ બ્રાન્ડને ભારત ૨.૦ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની દિશામાં એક પગલું આગળ વધારે છે.

આ પ્રીવ્યૂ દ્વારા અમદાવાદના ગ્રાહકોને, વર્ટૂસ માર્કેટમાં લોન્ચ થાય તે પહેલાં જ તેનો અનુભવ કરવાની એક્સક્લુઝિવ તક પ્રાપ્ત થશે. આ કારલાઇનની સાથે સાથે ગ્રાહકોને તેની નવી બ્રાન્ડ ડિઝાઇન લેંગ્વેજનો એક અનોખો ફોક્સવેગનનો અનુભવ પણ પ્રાપ્ત થશે, જે વધુ વાઇબ્રન્ટ, આધુનિક, આમંત્રિત, ડિજિટલી કનેક્ટેડ અને માનવીય છે. ડિજિટલાઇઝ્ડ સોલ્યુશન્સ, જે સુલભતા અને સુવિધામાં વધારો કરે છે.
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વૃદ્ધિની દ્રષ્ટિએ અમદાવાદ ફોક્સવેગન ઇન્ડિયા માટેના મુખ્ય બજારોમાંનું એક છે. અને અમે શહેરમાં અમારા ગ્રાહકોને સંપૂર્ણ-નવી ફોક્સવેગન વર્ટૂસ પ્રદર્શિત કરી અને તેમને સેડાનનો સ્વાનુભવ ઉપલબ્ધ બનાવીને રોમાંચિત છીએ, જે ખાસ કરીને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે તેના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ફીચર્સ, ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને ઉત્કૃષ્ટ પ્રભાવ સાથે, આ કારલાઇન આ ક્ષેત્રમાં અમારા ગ્રાહકોને પ્રભાવિત કરશે.”

ન્યૂ વર્ટૂસ ફોક્સવેગનની ગતિશીલ અને ભાવનાત્મક ડિઝાઇન લેંગ્વેજને મૂર્તિમંત કરે છે અને તે બ્રાન્ડના મુખ્ય ડીએનએ પર આધારિત છે જે શ્રેષ્ઠ બિલ્ડ ક્વોલિટી, સેફ્ટી અને ફન-ટુ-ડ્રાઇવ અનુભવ માટે વપરાય છે. નવી સેડાન MQB A0 IN પ્લેટફોર્મ પર 95 ટકા લોકલાઇઝેશન સ્તર સાથે બનાવવામાં આવી છે. પ્લેટફોર્મની લવચીકતાને કારણે નવી સેડાન કેબીન અને બૂટ સ્પેસ (521 લિટર) સાથે સેગમેન્ટની સૌથી લાંબી કાર (4,561 એમએમ) બની શકી હતી, જે તેને વાસ્તવમાં ડિઝાઈનની દૃષ્ટિએ વિશાળ બનાવે છે.

ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે, આકર્ષક એક્સટીરિયર અને પ્રીમિયમ ઇન્ટિરિયર્સની સાથે, વર્ટૂસ 20.32 સે.મી. ડિજિટલ કોકપિટ, 25.65 સેમી મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી ઘણી બધી ટેકનોલોજી, મનોરંજન અને કનેક્ટિવિટી સુવિધાઓથી સજ્જ છે, જેમાં એપલ કારપ્લેટીએમ અને એન્ડ્રોઇડ ઓટોટીએમ, કેઇએસવાય (કી લેસ એન્ટ્રી અને એન્જિન સ્ટાર્ટ), ઇલેક્ટ્રિક સનરૂફ, સ્માર્ટ-ટચ ક્લિમેટ્રોનિક એસી, સ્ટાન્ડર્ડ તરીકે ઇમર્સિવ સાઉન્ડ સાથે 8-સ્પીકર્સ, વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, માયફોક્સવેગન કનેક્ટ એપ અને અન્ય ઘણી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે જે મહત્વાકાંક્ષી ભારતીય ગ્રાહકોને આકર્ષિત કરશે અને પ્રભાવિત કરશે. ફોક્સવેગનમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે, નવી સેડાન 40+ સક્રિય અને પેસિવ સેફ્ટી ફીચર્સ ઓફર કરે છે, જેમાં 6 એરબેગ્સ, રિવર્સ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી), મલ્ટિ-કોલિઝન બ્રેક્સ, હિલ-હોલ્ડ કન્ટ્રોલ, એલઇડી ડીઆરએલ સાથે એકીકૃત સંકલિત એલઇડી હેડલેમ્પ્સ, ISOFIX સહિત અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
#bharatmirror #bharatmirror21 #news
