ઉત્થાન લીડર્સ લીગ 1.0માં 20 સહભાગીઓએ તેમના વિશિષ્ટ વિચારો રજૂ કર્યાં
નીતા લીંબાચીયા, અમદાવાદ
20 May 2022:
અમદાવાદઃ વર્ષ 2025 સુધીમાં ભારતમાં વ્યવસાયિક વૃદ્ધિ અને લીડરશીપ ડેવલપમેન્ટમાં અગ્રણી કોચિંગ કંપની બનવાનો ઉદ્દેશ્ય ધરાવતી ઉત્થાન દ્વારા તાજેતરમાં યુએલએલ 1.0 (ઉત્થાન લીડર્સ લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુએલએલ 1.0માં પ્રસિદ્ધ જુરીના સદસ્યો સમક્ષ 20 સહભાગીઓએ તેમના ગેમ-ચેન્જિંગ આઇડિયા રજૂ કર્યાં હતાં કે જેનાથી તેમને ગત નાણાકીય વર્ષમાં વ્યવસાયમાં વૃદ્ધિ સાધવામાં મદદ મળી છે

. જુરીના સદસ્યોમાં અરિહંત ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને સીઇઓ સીએ સંદીપ કામદાર, આલયમ રિહેબ કેરના સ્થાપક અને સીઇઓ ડો. દિપેન પટેલ, નિરમા યુનિવર્સિટી ખાતે એમબીએ (ફેમિલિ બિઝનેસ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ)ના પ્રોગ્રામ ચેર ડો. તેજસ શાહ તથા જાણીતા લીડરશીપ કોચ અને ગ્રોથ કેટલિસ્ટના સ્થાપક ડો. શિતલ બાદશાહ સામેલ હતાં.
#bharatmirror #bharatmirror21 #news #utthan #ahmedabad
