અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
30 May 2022:
બેઠકમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો. તે અંતર્ગત ગાંધીનગર શહેર યુવા વિભાગ દ્વારા, મહિલા વિભાગ દ્વારા,બીજી સંસ્થાઓ, જ્ઞાતિના શ્રેષ્ઠીજનો દ્વારા જે સાથ અને સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો તેમને સર્ટીફીકેટ અને સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર યાત્રા દરિયમાન મળેલ દાનની રકમ અને થયેલ કુલ ખર્ચનો હિસાબ પ્રમુખશ્રી સુનિલભાઇ ત્રિવેદી દ્વારા સર્વેની વચ્ચે સર્વાનુમતે મુકવામા આવેલ હતો.
ઉપરોક્ત બેઠકમાં બ્રહ્માકુમારી આશ્રમ સેકટર-૨૮ના કૈલાશદીદી, બ્રહ્માકુમારી આશ્રમ રાંદેસણના રંજનદીદીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બ્રહ્માકુમારી આશ્રમની ટીમ દ્વારા સમગ્ર યાત્રામાં ખુબજ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. વધુમાં બેઠકમાં સેવાનું રાગી દિનેશભાઈ વ્યાસ મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, પ્રદેશ મીડિયા કન્વીનર દિનેશ રાવલ, પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલ દીક્ષિત, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી સુનીલભાઈ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ છાયાબેન ત્રિવેદી, યુવા પ્રમુખ મૌલિક દીક્ષિત તેમજ ગાંધીનગરના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સુનિલભાઈ ત્રિવેદી દ્વારા મુખ્ય દાતાશ્રી અને સંસ્થાના મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કે જેમના દ્વારા પરશુરામ જન્મોત્સવ કાર્યક્રમમાં ૧૧૦૦ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ શોભા અને શ્રદ્ધા નું કેન્દ્ર બની ગયો હતો અને આ યાત્રા વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. અને આ યાત્રા સ્થાપના થી વિકાસ સુધી છ કિલોમીટરની પરશુરામ જન્મોત્સવ મહારેલી સમગ્ર ગુજરાતમાં એક યાદગાર અને પ્રેણાદાયક રેલી બની હતી. બેઠકમાં પ્રત્યેક મહાનુભાવે સમય અનુસાર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.સમગ્ર બેઠક નું સચાલન રેખાબેન રાવલ દ્વારા કરવામા આવ્યું હતું.
વધુમાં મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી સુનીલભાઈ ત્રિવેદી અને ગાંધીનગર શહેર મહામંત્રીશ્રી દ્વારા ગાંધીનગર શહેરની યુવા બોડીમાં અમુક ફેરફાર કરી શ્રી જીગ્નેષ સુરેશકુમાર રાવલને ગાંધીનગર જીલ્લા/શહેરના યુવા પ્રમુખ, અને પ્રજ્ઞેશભાઇ દવેને ગાંધીનગર જીલ્લા/શહેરના યુવા ઉપપ્રમુખ તરીકે નવ નિયુકત હોદાઓ આપવામાં આવ્યા હતા. શ્રી જીગ્નેષ સુરેશકુમાર રાવલ ગાંધીનગર જીલ્લા/શહેરના યુવા પ્રમુખ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજયકક્ષા) નાં મુખ્ય સંગઠકશ્રી અશ્વિનભાઇ ત્રિવેદી, ગાંધીનગર જીલ્લા/શહેર પ્રમુખશ્રી સુનિલભાઇ ત્રિવેદી, મહામંત્રીશ્રી કલ્પેશભાઇ જોશી તથા તમામ હોદેદારો તથા ભુદેવો નો ખુબ ખુબ આભાર માનયો હતો અને સમાજમા જે હોદો અને જવાબદારી સોપી એ જવાબદારી ખુબ જ નિષ્ઠાપુર્વક નિભાવશે અને સંગઠન મજબુત કરવા અંગેની ખાતરી વ્યકત કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #shrigujaratbramsaman #bramakumari #ahmedabad