નીતા લીંબાચીયા, અમદાવાદ
05 May 2022:
કોવિડ-19 મહામારી દરમિયાન હજારો પોલીસ કર્મચારીઓના અથાક પ્રયાસોને માન્યતા આપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
એન્ડ-ટુ-એન્ડ માર્કેટિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર શર્મીરા સર્વિસિસે અમદાવાદના પોલીસ કર્મચારીઓને કોવિડ-19 મહામારી દરમિયાન તેમના અથાક પ્રયાસો અને સમર્પિત સેવા માટે સન્માનિત કરીને અનોખી રીતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે, 62માં ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે એક ભવ્ય કાર્યક્રમ – ઉત્સવ -નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં અમદાવાદના પોલીસ IPS અજય ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
શર્મિરા સર્વિસિસના સ્થાપક અને ડિરેક્ટર રશ્મિ અંબાવીએ જણાવ્યું કે, “ આ મહામારી દરમિયાન જ્યારે આપણે બધા આપણા ઘરના સુરક્ષાચક્રમાં સલામત હતા ત્યારે હજારો પોલીસ કર્મચારીઓ આપણને વાયરસથી બચાવવા માટે તેમનો જીવ જોખમમાં મૂકીને મેદાનમાં હતા. મહામારી દરમિયાન તેમણે દર્શાવેલા સમર્પણ અને પ્રતિબદ્ધતા આપણી ઊંડી કૃતજ્ઞતા અને પ્રશંસાને પાત્ર છે. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મચારીઓનું સન્માન તેમના પ્રયાસોની ઓળખ કરવાનો તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ છે. હું અમારા સ્પોન્સર્સનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમના સહયોગ વિના આ કાર્યક્રમ શક્ય બન્યો ન હોત.”
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેનો પ્રારંભ મુખ્ય અતિથિઓ દ્વારા દીપપ્રાગટ્યથી કરાયો હતો, જે બાદ કોવિડ-19 યોદ્ઘાઓનું સન્માન કરાયું હતું. મહામારીમાં પોતાનો જીવ ગુમાવનાર પોલીસ કર્મચારીઓ તથા બીજા કોવિડ-19 ફ્રન્ટલાઇન વર્કર્સને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #sharmiraservices #respectforpolicepersonnel #ahmedabad