ભાજપ પર પ્રજાપતિ સમાજ દ્વારા આક્ષેપો
2022 વિધાનસભા ચૂંટણીને લઈને પ્રજાપતિ સમાજમાં
આક્રોશ..
ગુજરાત હિત પાર્ટીના સંયોજક ભીમજીભાઈ પ્રજાપતિ ની આગેવાનીમાં બેઠક યોજાઇ..
રામદેવ પીર ટેકરા પર પ્રજાપતિ સમાજની વાડીમાં બેઠક યોજાઇ..
વાડજ વિસ્તારમાં આવેલ રામદેવપીર ટેકરા પર મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકોની રાજકીય ચિંતન શિબિરની બેઠક યોજાઈ..

પ્રજાપતિ સમાજના જીવન નિર્વાહ કરવાના ઘરના ઘરના મુદ્દે, રોજગારીના મુદ્દે, તેમજ પ્રજાપતિ સમાજના લોકોનક વિકાસના મુદ્દે ચર્ચા થઈ..
બેઠકમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ બાળકો ઉમટ્યા..
પ્રજાપતિ સમાજની માંગણી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન સી.એમ હતા ત્યારથી પ્રજાપતિ સમાજની માંગણીઓ માટે વિશ્વાસ આપ્યો હતો..
પ્રજાપતિ સમાજએ 2012, 2014 તેમજ 2017 માં પણ ભાજપ પક્ષને જીતાડવા મત આપ્યા હતા. પણ આજે પણ આ સમાજનો કોઈ પણ માંગણીઓ સ્વીકારી નથી..

રામદેવપીર ટેકરા પર લોકોને ઘર ની સામે માંગણી મુજબનું ઘર આપે..
જો માંગણીઓ નહિ સ્વીકારાય તો રામદેવ પીર ટેકરો નહિ છોડવાની પ્રજાપતિ સમાજની માંગ..
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
23 May 2022:
BJP પાર્ટી અને મોદીજીને જ્યારે સમાજના લોકોની જરૂર હતી ત્યારે સમાજ દ્વારા વોટ અને ફંડ બંને આપવામાં આવ્યું હતું. પરંતુ હાલ જ્યારે સમાજના લોકોને મોદી સરકારની જરૂર છે ત્યારે મોદી સરકાર દ્વારા કઇ કરવામાં આવી રહ્યું નથી. પ્રજાપતિ સમાજનો એક આક્ષેપ એ પણ છે કે, મોદી સરકારે ૨૦૧૨ માં વિશ્વાસમાં લઈ વોટ અને નોટ બંને લીધા હતા. ૨૦૧૪માં સમાજના લોકોનો રોટલો છીનવી લીધો અને હાલમાં મોદી સરકાર દ્વારા ઓટલો પડાવી લેવાના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.

સરકાર પ્રજાપતિ સમાજની વેદના સાંભળે અને તેઓના હાલતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવે તે માટે ગુજરાતના જુદા જુદા નાના મોટા અસંખ્ય ગામડાઓમાં જઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે.
bharatmirror #bharatmirror21 #news #prajapatisamaj #bhimjibhai #ahmedabad
