આ ટિ્વન લીગમાં 192 નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ,
16 ફ્રેન્ચાઇઝી ટીમો તેમજ કુલ 64 મેચો રમાશે
નીતા લીંબાચીયા, અમદાવાદ
05 May 2022:
અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વખત એલ.જે.યુનિવર્સિટી દ્વારા કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોપોરેટ લીગમાં એક સાથે 200 જેટલા નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ ભાગ લેશે.
“અમે એક જ કેમ્પસમાં એક જ સમયે બે સ્ટેટ-લેવલની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની મેજબાની કરવાનો અવસર મળ્યો છે તેનો ગર્વ અનુભવી રહ્યા છીએ. અમે અનોખી ટિ્વન લીગનું આયોજન કરવા માટે તૈયાર છીએ જે રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપશે. એલ.જે.નોલેજ ફાઉન્ડેશન (LJKF)ના સીઈઓ વિરલ શાહે જણાવ્યું હતું કે, આ વાત કહેતા અમને ગર્વ થાય પણ થઇ રહ્યો છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શનિવાર 7 મેના રોજ આ ટિ્વન લીગના મુખ્ય અતિથિ બનવા માટે સહમત પણ થઇ ગયા છે.
એલ.જે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત અને ચલાવવામાં આવેલી કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગમાં 16 ફ્રેન્ચાઇઝી ટીમો અને 192 નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ ભાગ લેશે. આ ટિવન લીગ અંતર્ગત 7 થી 29 મે સુધી એલ.જે. યુનિવર્સિટીના કેમ્પસમાં કુલ 64 મેચો રમાશે.
આ લીગમાં 16 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના કોચ તેમજ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના 16 મેનેજર્સનો પણ સમાવેશ થાય છે. રૂપિયા 2 લાખથી વધુની પ્રાઇઝ મની, ટ્રોફી એન્ડ મેમેન્ટો ટિ્વન લીગની ટીમોને એવોર્ડના રૂપમાં આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી માલિકોએ ખેલાડીઓને બોલી એટલે કે વ્યાવસાયિક બિડિંગ પ્રક્રિયા દ્વારા ખરીદવામાં આવ્યા આવ્યા છે. એટલું જ નહીં, રહેવાની, જમાવાની તેમજ ટ્રાવેલિંગની તમામ પ્રકારની વ્યવસ્થા મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.
“અમને અમારા પ્રાયોજકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જેમણે ટિ્વન લીગને ઉદાર સમર્થન આપ્યું છે. અમને બે લીગના આયોજન માટે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી પણ ખૂબ જ સારું સમર્થન મળ્યું છે. અમને વિશ્વાસ છે કે આ ટિ્વન લીગ અત્યંત સફળ રહેશે અને સાથો-સાથ અમદાવાદના લોકો પણ ખૂબ જ સારી રીતે આવકારશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોર્પોરેટ બાસ્કેટબોલ લીગને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા અને કોર્પોરેટ વોલીબોલ લીગને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એનઆરએસ ફાઉન્ડેશન અને ઓએસિસ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન પણ ટિ્વન લીગને સમર્થન આપી રહ્યાં છે. પ્રવાસન વિભાગ પણ આ ટિ્વન લીગનો ભાગ બનવા માટે સહમત થયો છે.
#bharatmirror #bharatmirror21 #news #ljcampus #volleyball #basketball #ahmedabad