ઘણીખળી સ્કૂલોમાં તો સ્કૂલોમાં પણ ખબર ન હતી કે તેમની સ્કૂલમાંથી તેમના વિદ્યાર્થીઓ ખેલહાકુંભ રમવા જઈ રહ્યા છે.
ખેલ મહાકુંભમાં આયોજક અને આયોજનથી ખેલાડીઓમાં ભારે પરેશાની
અમદાવાદ, 30 May 2022:
હાલમાં જે ખેલ મહાકુંભ યોજાયો તેમાં ઘણાં ખેલાડીઓને ખૂબ પરેશાની વેઠવી પડી હોવાની ફરિયાદો બહાર આવી છે. ક્યાંક લાગવક અને ક્યાંક નાની ઉંમર સામે મોટી ઉંમરના ખેલાડીઓ રમતા જોવા મળ્યા. રમતની સ્પર્ધા માટે સામ સામે જે ટુકડીઓ આવવી જોઇએ તે યોગ્ય રીતે લોટ્સ બનાવાયા ન હતા. ક્યાંક કોઇ ઓછી ઉંમરના બાળકોની સામે તેમનાથી વધુ વયના યુવાન ખેલાડીઓ રમતા જોવા મળી રહયા હતા. સરકારી સિસ્ટમ માટે ખેલ મહાકુંભ યોજવો એ પ્રસિદ્ધિનું માધ્યમ હોઇ શકે, પણ ખેલાડીઓ માટે તે કારકિર્દીનું માધ્યમ છે. ઘણીખળી સ્કૂલોમાં તો સ્કૂલોમાં પણ ખબર ન હતી કે તેમની સ્કૂલમાંથી તેમના વિદ્યાર્થીઓ ખેલહાકુંભ રમવા જઈ રહ્યા છે.
અને ક્યાંતો નામી સ્કૂલોએ તેમના વિદ્યાર્થીઓ ને પણ સપોર્ટ કર્યો નથી. વિદ્યાર્થી ને રમવા જવાના છેલ્લા દિવસ સુધી સ્કૂલના જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા માટે સ્કૂલ મેનેજમેન્ટ સામે આજીજી કરવી પડી હતી. અને છેલ્લે સ્કૂલ દ્રારા મદદના મળતાં વિદ્યાર્થીએ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ અધિકારી (DSO) પાસેથી થી જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને ખેલ મહાકુંભમાં ભાગ મેળવ્યો.
અમારા જાણવામાં આવ્યા મુજબ એક સ્પોર્ટ્સ અને શિક્ષણમાં નામી સ્કૂલ દ્રારા આવી ગંભીર ભૂલો કરી વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવી રહ્યો છે. અને ઉપરથી ગરમીનો પ્રકોપ. ઘણી જગ્યાએ તો હોલની અંદર અસહ્ય ગરમી ને બફારા સાથે ખેલાડીઓ રમત રમતા જોવા મળ્યા. છેલ્લાં દિવસોમાં ગુજરાતમાં ગરમી 44+ ડીગ્રી જોવા મળી હતી ત્યારે તેની સામે ખેલ મહાકુંભના આયોજકો ખેલાડીઓની પરિક્ષા લેતા હોય તેમ અમુક આઉટડોર રમતો બપોરે ત્રણ વાગ્યે પણ યોજતા હતા. ખેલાડીઓની વિનંતી હતી કે જો તેમની રમત વહેલી સવારે શરૂ કરાય તો ગરમી થાય ત્યાં સુધીમાં પૂર્ણ થઇ જાય. પણ એટલું જ નહીં ઘણી જગ્યાઓએ ખેલાડીઓને કપડાં બદલવા માટેના ચેન્જિંગ રૂમની પણ કોઇ વ્યવસ્થા ન હોવાથી ખેલાડીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આવી ગંભીરતા જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આવાં આયોજનોમાં આવી ખામી રહેશે, તો ખેલાડીઓ નું મોરલ તૂટી જશે. અને આવી અવ્યવસ્થાથી ખેલાડીઓએ પણ આખરે મન મનાવી લીધું. પરંતુ આવી અવ્યવસ્થા અને ગંભીર ખામીઓ ઉપર સરકાર ધ્યાન નહીં આપેતો ખેલાડીઓ નર્વસ્ થઈને રમતમાં દયાન નહીં આપે અને તેમનું આગળનું ભવિષ્ય ધૂંધરું બનીને રહશે.
વિદ્યાર્થીઓ રમતમાં સારું રમશે, તો તે સ્કૂલનું અને રાજ્યનું પણ નામ થશે. તેથી સ્કૂલોમાં એ પણ દયાન રાખવા જેવું છે, કે જે કર્મચારીઓને પ્રતિષ્ઠિત જવાદારી આપવામાં આવી હોય તે તેના હોદ્દાની ગરિમા સમજે અને વિદ્યાર્થીઓના આવનાર ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો ના થાય.
#bharatmirror #bharatmirror21 #news #khelmahakumbh #ahmedabad