પ્રદૂષણના દુષણને નાથવાના આપણા પ્રયત્નોને જરૂર સાચવી રાખીશું અને સફળ ના થઈએ ત્યાં સુધી સતત રચનાત્મક કાર્યક્રમો આપતાં જ રહીશું…
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
04 May 2022:
કપડવંજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો-મટીરીયલની કામગીરીથી થતું પ્રદુષણ સત્વરે બંધ કરવા તેમજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો-મટીરીયલની કામગીરીનું સ્થળાંતર કરી નાગરિકોના આવાસ-નિવાસથી દુર લઇ જવા બાબત માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ, Member of the Lok Sabha, Kheda District Union Minister of State, Ministry of Communicationsને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કપડવંજના ward-3 અને ward-૭ ના જાગૃત નાગરિકજનોનું એક પ્રતિનિધિ મંડળ માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ, Member of the Lok Sabha, Kheda District Union Minister of State, Ministry of Communicationsને રૂબરૂ મળી આશરે ૧૫,૦૦૦થી વધુ નાગરિકોને પડતી તકલીફો, આપણા ખેતીનાં પાકનું મોટું નુકશાન તેમજ આ વિસ્તારમાં ભણતા આશરે ૨,૫૦૦થી વધુ બાળકોની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરેલ છે. તેમજ તેઓશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને મંત્રીશ્રીએ રજૂઆતો સાંભળી અને યોગ્ય ન્યાય મળે તેની પૂર્ણ ખાત્રી આપવામાં આવી.
પ્રદૂષણના દુષણને નાથવાના સૌના પ્રયત્નોને જરૂર સાચવી રાખીશું અને સફળ ના થઈએ ત્યાં સુધી સતત કપડવંજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો-મટીરીયલની કામગીરીથી થતું પ્રદુષણ સત્વરે બંધ કરવા તેમજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો-મટીરીયલની કામગીરીનું સ્થળાંતર કરી નાગરિકોના આવાસ-નિવાસથી દુર લઇ જવા બાબત માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ, Member of the Lok Sabha, Kheda District Union Minister of State, Ministry of Communicationsને આવેદનપત્ર રજુ કરવામાં આવ્યું.