નીતા લીંબાચીયા, અમદાવાદ
30 May 2022:
કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે ની ઉજવણી અમદાવાદ સેન્ટ્રલ જેલના મહિલા કેદીઓ સાથે કરાઈ.
અમદાવાદ સેન્ટ્રલ જેલના મહિલા કેદીઓ અને ફરજ બજાવનાર તમામ મહિલા પોલીસ કર્મીઓને મેન્સ્ટ્રુઅલ કપ વિષે સમજ આપી આ કપનુ ફ્રી વિતરણ કરવા મા આવ્યુ. કલાસુર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી સંગીતા પટેલ ધ્વારા આ ટ્રેનીંગ સેમીનાર લેવાયો હતો.
તથા કાર્યકર તરીકે પુનિત લુલ્લા જોડાયા હતા. મેન્સ્ટ્રુઅલ કપને જંતુમુક્ત કરવાની જરૂરી સામગ્રી પણ જેલમા આપવા મા આવી હતી. સંગીતા પટેલ ના કહેવા પ્રમાણે જેલમા આવી સુવિધાઓનુ પાલન કરાવવુ અટપટુ હોય છે. પરંતુ અધિકારીઓ અને કેદીઓના સકારાત્મક વલણ ધ્વારા આ પ્રયોગ સફળ રહ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #kalasury #ahmedabad