નીતા લીંબાચીયા, અમદાવાદ
07 May 2022:
ગુજરાતમાં સૌપ્રથમ વખત 30 જેટલા સંયુકત પરિવારો સન્માનિત થશે.આ સાથે રવિવારે માતૃદિવસ પણ છે, ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર, હાર્ટ ફાઉન્ડેશન & રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ડૉ.નિતીનસુમંતશાહ ચેરમેન), ગાંધી કોર્પોરેશન અને પીનાકીન રાવલના આર્થિક સહયોગથી કલાસુર્ય ફાઉન્ડેશન (સંગીતા પટેલ) દ્વારા 8મેન રોજ ટાગોર હોલમાં આ કાર્યક્રમ યોજાશે.આ સાથે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત શૌર્યગીત અને દેશભક્તિ ગીતો સાથેનો ભવ્ય લોકડાયરો પ્રસ્તુત થશે.
૮ મેના રોજ ટાગોર હોલમાં બપોરે ૨ થી ૫ દરમ્યાન આ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે શ્રી કિરીટભાઈ પરમાર (માનનીય મેયરશ્રી અમદાવાદ શહેર) તથા અન્ય જાણીતા મહેમાનો ની ઉપસ્થિતીમાં અમદાવાદ શહેરમાં વસતા 30 સંયુક્ત પરિવારોનુ સમ્માન કરાશે. આપણી ભારતીય સંસ્કૃતિ અને માતાપિતાની સેવા કરવાના અમુલ્ય વારસાનુ વધુ પ્રચલન વધે તે ઉદ્દેશ સાથે વૃધ્ધાશ્રમ રહીત સમાજની રચના તરફ ગતિશીલ બનવા આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જે દર વર્ષે યોજવામા આવશે.
આ કાર્યક્રમના આયોજક સંગીતાબેન પટેલ કહ્યું કે, ‘સંયુક્ત પરિવારમા રહેતા સભ્યોનુ સન્માન ધામધૂમથી થવુ જોઈયે કારણકે બધાને સાથે લઈને ચાલવુ હુનર સાથે સંયમ અને સમજણ માંગી લે છે તથા સંયુક્ત પરિવારમાં ઉછરનાર બાળક આત્મહત્યા જેવા કાયર કાર્ય નહિ કરે તથા સંબંધોને સરળતાથી ન્યાય આપી શક્શે. વિભક્ત પરિવાર પશ્ચિમી સંસ્કૃતી છે. જોડાયેલા રહીશુ તો જીતી જઈશુ.
#bharatmirror #bharatmirror21 #news #jointfamilyhonored #ahmedabad