નીતા લીંબાચીયા, અમદાવાદ
03May 2022:
આ વર્ષનું સિઝલિંગ સમર્સ કલેક્શનના શોકેસ સાથે હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી એક બાર શહેરના ફેશન ચાહકો ને સ્મિત અને ખુશીનું કારણ આપવા માટે પાછો આવી ગયા છે. આજે અમદાવાદમાં દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૩ અને ૪ મે , ૨૦૦૨ દરમિયાન આ સમર કલેક્શનનું રજુઆત દેશભરના ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા કરવામાં આવશે. શહેરના ૧૦ જેવી જાણીતી મહિલાઓના વરદ હસ્તે હાઈ લાઈફ એક્ઝિબિશન નું અનાવરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કોમ્યુનિટીના જાણીતા મહિલા લીડર અને અમદાવાદ શહેરના પૂર્વ મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ ના સાથે સાથે અનાવરણ કાર્યક્રમમાં લાયન્સ ગ્રુપના ફંડ રેઇઝિંગ ડિરેક્ટર શ્રીમતી હર્ષાબેન પટેલ, શિલ્પકાર રચના દવે, બિઝનેસ વુમન રચના ટાટેડ, શ્રીમતી ફેમિના શાહ, આંખો માટે ના સ્પેશિયાલિસ્ટ ર્ડો. ઝંખના માહેશ્વરી, મીડિયા સાથે સંકરાયેલાં શ્રીમતી પરિધિ સિંહ સોલંકી, શ્રીમતી રૃત્વી વ્યાસ અને ફેશન બ્લોગર્સ ખુશ્બુ ત્રિવેદી અને નિધિ ગજ્જર હાજર રહ્યા હતા.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ સમર કલેક્શન રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. સમર કલેક્શન શો દ્વારા અમે ઈચ્છીએ છે કે અમદાવાદના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક ડિઝાઈન્સ નો અનુભવ લે. આ સમર કલેકશનમાં અમે ફરીથી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ અમદાવાદીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું અમદાવાદના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તે સમર ફેશન્સના આનંદ લે અને ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશન નો લાભ આપશે તથા તેમાં દેશભરમાંથી 150થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.’
અમદાવાદ ઉપરાંત, હાઈ લાઈફ – બેંગુલુરુ, હૈદરાબાદ, કોચીન, જયપુર, ચેન્નઈ, મુંબઈ, પૂણે તથા આંતરરાષ્ટ્રીય સ્થળો જેમકે શ્રીલંકામાં કોલંબો અને મિડલ ઈસ્ટ ખાતે પણ પોતાની ઉપસ્થિતિ ધરાવે છે. લગ્ન પોષાકો થી લઈને વેડિંગ ટ્રાઉઝર્સ તથા ડિઝાઇન એપેરલ તેમજ ફેશન એક્સેસરીઝ, એન્ટિક થી લઈને હોમ ડેકોર અને ગિફ્ટીંગ આઈડિયાઝ બધું હાઈ લાઈફ ખાતે છે જે તમારી અપેક્ષાઓ પૂરી કરશે.
લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું 3 અને 4 મે, ૨૦૨૨ દરમિયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે.
#bharatmirror #bharatmirror21 #news #hilife #ahmedabad