નીતા લીંબાચીયા, અમદાવાદ
31 May 2022:
GCCI એ ઈશા ફાઉન્ડેશન અને અન્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી સદગુરુ સાથે પરિસંવાદનું આયોજન કર્યું હતું. શ્રી હર્ષ સંઘવી, માનનીય ગૃહમંત્રી (રાજ્ય કક્ષા) ગુજરાત સરકાર, શ્રી પરિમલ નથવાણી, રાજ્યસભાના સભ્ય , શ્રી સંજીવ છાજર, ઉપપ્રમુખ, GCCI અને નવરોઝ તારાપોર, માનદ્દ ખજાનચી, GCCI તથા અન્ય મહાનુભાવોએ સદગુરુનું સ્વાગત કર્યું હતું. GCCIના પૂર્વ પ્રમુખ શ્રી શૈલેષ પટવારીએ તેમના સ્વાગત પ્રવચનમાં માટીના મહત્વ વિશે ઉલ્લેખ કર્યો હતો.
“માટી બચાવો”, સદગુરુ દ્વારા શરૂ કરાયેલ એક વૈશ્વિક પહેલ છે, જે જમીનના સ્વાસ્થ્ય માટે વિશ્વભરના લોકોને એકસાથે લાવીને જમીનની અછતનો સામનો કરવા માટે અને તમામ રાષ્ટ્રોના નેતાઓને ખેતીલાયક માટીમાં જૈવિક તત્વ વધારવા માટે રાષ્ટ્રીય નીતિઓ સ્થાપિત કરવા માટે સમર્થન આપે છે. માટી બચાવો અભિયાનને પ્રોત્સાહન આપવા માટે બાઇક પર મુસાફરી કરી રહેલા સદગુરુનો આજે 72મો દિવસ છે.
તેમના સંબોધનમાં સદગુરુએ ઉલ્લેખ કર્યો કે ઈશા ફાઉન્ડેશને માટી બચાવવાના સમર્થનમાં અત્યાર સુધીમાં 73 દેશો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ માટી બચાવવાને યોગ્ય પ્રાથમિકતા આપી રહ્યું નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે, સારી જમીનમાં 3 થી 6% જૈવિક તત્વ હોવું જોઈએ, તેની સામે ભારતમાં માત્ર 0.68% જૈવિક તત્વ છે, જેના કારણે ભારત ખૂબ જ ઝડપથી રણમાં ફેરવાઈ રહ્યું છે.
સદગુરુએ સૂચવ્યું હતું કે, આપણે જમીન બચાવવા માટે પબ્લિક મેન્ડેટના ભાગરૂપે નીતિ હસ્તક્ષેપ/નવી નીતિ ઘડવા માટે સરકારને વિનંતી કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ માટે લાંબા ગાળાની પ્રોત્સાહન આધારિત નીતિ ઘડવી જોઈએ. તેમણે માટી અને ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે ખેડૂતે અન્યોની બરાબરીમાં વળતર મળવું જોઈએ.
ઇન્ટરએક્ટિવ સેશન દરમિયાન શ્રોતાઓને સદગુરુ ને પ્રશ્નો પૂછવાનો મોકો મળ્યો હતો. જમીન બચાવવા માટે કયા વ્યવહારુ પગલાં લઈ શકાય તેવા પ્રશ્નના જવાબમાં સદગુરુએ ઉલ્લેખ કર્યો કે, ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ અને વન બચાવવા જોઈએ. તેમણે પ્રાણીઓ અને વૃક્ષોને બચાવવા માટે ખેતીની પદ્ધતિઓ બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. #bharatmirror #bharatmirror21 #news #gcci #ishafoundation #ahmedabad