નીતા લીંબાચીયા, અમદાવાદ
14 May 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અમૃત મહોત્સવ ટાસ્ક ફોર્સ દ્વારા AMUL@100 પર ઇન્ટરેક્ટિવ સત્ર આયોજીત કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે ડો.આર.એસ. સોઢી, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ, ફેડરેશન (AMUL) હાજર રહ્યા હતા.
શ્રી હેમંત શાહ, પ્રમુખ, GCCI એ મુખ્ય વક્તા અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું.
ડૉ. સોઢીએ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે, વ્યવસાયના લાંબા આયુષ્ય માટે માપદંડો જેમ કે, મજબૂત પાયો બનાવવો, વ્યવસાયિક મૂલ્યોનું જતન કરવું , સારું નેતૃત્વ, માનવ સંસાધન અને માનવશક્તિ પર સાતત્ય, ઉત્પાદનની ગુણવત્તા, માર્કેટિંગ અને પ્રોડક્ટ પોઝિશનિંગ વગેરે ઉપર ધ્યાન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ આવકના 1% કરતા પણ ઓછો ખર્ચ જાહેરાતો પર કરે છે.
ડૉ.સોઢીએ ઉલ્લેખ કર્યો હતો કે, અમૂલનું ભાવિ સારી વૃદ્ધિના માર્ગ સાથે ઉજ્જવળ છે, અને અમૂલનો ઉદ્દેશ “Value for Many, Value for Money” પ્રદાન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે અમૂલ ઘણી યોજના સાથે મહિલા સશક્તિકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ડો.સોઢીએ ઉલ્લેખ કર્યો હતો. અમૂલ દ્વારા કેટલાક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે યુવાનોને જોડાવા માટે પ્રેરિત કરવા, વધતી માંગને અનુરૂપ દૂધ નું ઉત્પાદન વધારવું અને વેગન પ્રોડક્ટ્સનો સમાવેશ કરવાનો છે.
ઇન્ટરેક્ટીવ સેશન દરમિયાન સહભાગીઓને ડૉ. સોઢી પાસેથી વધુ સમજ મેળવવાની તક મળી.