અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
08 May 2022:
અબ્બાસ મસ્તાન છેલ્લા ૩ દાયકાથી બાજીગર, અજનબી, એતરાઝ, સોલ્જર, ખિલાડી, રેસ ૧,૨ જેવી અનેક સુપરહિટ ફિલ્મો દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું આગવું બનાવી ચૂક્યા છે. અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, બોબી દેઓલ જેવા અનેક સુપરસ્ટાર ની કારકિર્દી ઘડવાથી લઈ તેને ઊંચાઈ પર લઈ જવામાં તેમનો અનન્ય ફાળો રહ્યો છે. તેમણે આગામી ફિલ્મ વિષે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે “અમને અનહદ આનંદ છે કે અમારી આગામી ફિલ્મ પ્રિય મિત્ર અને નિર્માતા પાર્થ રાવલ સાથે મળીને રજૂ કરવાના છીએ. આ સાથે જોડાએલા વિષય, ઝોન અને લોકો તમામ અમારા પ્રિય છે. આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર અને સપરિવાર માણી શકાય તેવી રોમાંચક હશે અને અમારી પ્રખ્યાત સ્ટાઇલ પ્રમાણેનીજ હશે. ”
પાર્થ રાવલ છેલ્લા ૨ દાયકાથી ભારતીય સિને જગત સાથે ઘરોબો ધરાવે છે. શિક્ષણ ક્ષેત્રના પાયા સાથે સફળ વકીલ તરીકેની કારકિર્દી અને લોકપ્રિય યુવા નેતા એવા પાર્થ રાવલ હવે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયા છે. તેમની ઉચિત વિષય, કસબીઓ, કલાકારો ને સાંકળવાની અને પારખવાની આવડત તેમનું જમા પાસું રહ્યું છે. પાર્થે આ પ્રસંગે જણાવ્યુંકે “અબ્બાસ મસ્તાન જેવા લિજેન્ડરી દિગ્દર્શકો સાથે કામ કરવું એ અમારું ગૌરવ છે, જવાબદારીપૂર્ણ કથા પ્રસ્તુતિ અને લોકભોગ્ય મનોરંજન એ અમારી કંપની વી ધ પીપલ નો મુખ્ય આશય છે. ફિલ્મ વિષેની વિસ્તૃત જાણકારી, તેના વિષય, કલાકારો, કસબીઓ વિષે ટૂંક સમયમાં માહિતી આપીશું”
આ પ્રસંગે પાર્થની સાથે આરંભથી રહેલા મિત્રો અને ફિલ્મ જગતની નામાંકિત હસ્તીઓ જેવાકે પરેશ રાવલ, સુનિલ શેટ્ટી, કોમલ નાહટા, મુકેશ છાબરા તથા બીજા અનેકે આ યુતિને શુભેચ્છા પાઠવી.
#bharatmirror #bharatmirror21 #news #dearfriend #ahmedabad