રૂરલ ઇન્ડિયાને ડિજિટલાઇઝ કરવાનો Xpay.Life નો બહુ ઉમદા ઉદ્દેશ્ય અને લક્ષ્યાંક – ગુજરાત માટે ડિજિટલ નાણાકીય સમાવેશીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી
મોબાઇલ વાન, એટીએમ સહિતની અનેકવિધ સેવાઓ થકી ડોર સ્ટેપ બેન્કીંગ સેવા શરૂ કરનાર પ્રથમ ફિનટેક સ્ટાર્ટ અપ કંપની, ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર અને સ્થાનિક લોકોને ડિજિટલાઇઝ સેવાથી સુસજ્જ બનાવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
XPay.Lifeએ ગ્રાહકોને યુપીઆઇ જેવી આકર્ષક નવી સેવાઓ ઓફર કરવા તથા હાલની વિશિષ્ટ ઓફરિંગ્સ
પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદમાં ઇન્ટરેક્ટિવ મીડિયા મીટીંગ યોજી હતી. આ કાર્યક્રમમાં XPay.Lifeના સ્થાપક અને સીઇઓ રોહિત કુમાર અને સીઓઓ દિપક અનંત ઉપસ્થિત રહ્યાં હતાં.
Xpay.Life પેમેન્ટ પદ્ધતિને ડિજિટાઇઝ કરવા તથા ગ્રાહકોને તેમની અનુકૂળતા મૂજબ બીલની ચૂકવણી કરવા સહિતના વિવિધ વિકલ્પો પ્રદાન કરવા ઉપર કામ કરી રહ્યું છે. તેમાં મુખ્યત્વે ગ્રામિણ સ્તરે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સક્ષમ કરવા અને તેમને તકો પ્રદાન કરવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બ્લોકચેઇન ટ્રાન્ઝેક્શનલ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને ત્રણ પદ્ધતિ મૂજબ ડિજિટાઇઝેશન હાથ ધરાશે.
પહેલી પદ્ધતિ ઇન્ટેલિજન્ટ પોઇન્ટ ઓફ સેલ્સ મશીન્સ દ્વારા લાગુ કરાશે, જેમાં ગ્રાહકો રોકડ અથવા યુપીઆઇ એમ કોઇપણ
ચુકવણી પદ્ધતિ દ્વારા બીલોની ચૂકવણી કરી શકે છે. બીજી પદ્ધતિમાં, ટચ સ્ક્રિન કિઓસ્ક વિવિધ સ્થળો ઉપર ગોઠવાશે, જેથી
ગ્રાહકો તેમનો અનુકૂળ સમય અને ચુકવણીની પદ્ધતિ પસંદ કરી શકે.
ગ્રાહકો માટે ત્રીજો વિકલ્પ ખૂબજ ઇનોવેટિવ છે, જે અંતર્ગત ગ્રાહકોએ બેંકના કાઉન્ટર્સ ઉપર જવાને બદલે બેંક ઓન વ્હીલ્સ
સેવાનો લાભ લઇ શકશે. XPay.Life મોબાઇલ વેન સપ્તાહના ચોક્કસ દિવસોમાં ગ્રાહકોના નજીકના સ્થળો ઉપર જશે, જ્યાં
વેનની અંદર ગોઠવાયેલા ટચ સ્ક્રિન કિઓસ્ક અને મોબાઇલ પીઓએસથી તેઓ ચૂકવણી કરવા સક્ષમ રહેશે. આ મોબાઇલ વેન ફુલ સ્પેક્ટ્રમ સર્વિસ પ્રોવાઇડર રહેશે, જ્યાં ગ્રાહકો એલપીજી બુકિંગ, મોબાઇલ બિલ પેમેન્ટ્સ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ્સ, ઇન્સ્યોરન્સ પેમેન્ટ્સ, ડીટીએચ રિચાર્જ વગેરે જેવી ઉપયોગિતાની એક્સેસ કરી શકશે. મોબાઇલ વેન વિવિધ ડીસીસીબી અને આરઆરબીને ઉપલબ્ધ કરાવાઇ છે તથા અત્યાર સુધીમાં XPay.Lifeએ ભારતના વિવિધ રાજ્યોમાં 100થી વધુ મોબાઇલ વેન ગોઠવી છે. આગામી વર્ષોમાં XPay.Life ગુજરાત ડીસીસીબી અને આરઆરબી માટે વેન રજૂ કરે તેવી સંભાવના છે. મોબાઇલ વેન સોલ્યુશન ગ્રાહકોનો સમય અને પ્રયાસો બચાવશે તથા સરકારની વિવિધ પહેલો માટે ડિજિટલ પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવામાં મદદરૂપ બનશે. મહત્વપૂર્ણ છે કે મોબાઇલ વેનની અંદર તમામ મશીન સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે તેમજ તેને ચલાવાવમાં આવે ત્યારે યુપીએસ ચાર્જ થાય છે. આ ખરા અર્થમાં ગ્રીન પહેલ છે.
આ પ્રસંગે XPay.Lifeના સ્થાપક અને સીઇઓ રોહિત કુમારે કહ્યું હતું કે, અમે દેશની સૌથી ઉદ્યમી ફિનટેક સ્ટાર્ટ-અપ્સ પૈકીના
એક ચીએ. અમારો ઉદ્દેશ્ય સુરક્ષિત ટ્રાન્ઝેક્શન અને ઇનોવેશન દ્વારા જીવનને સરળ બનાવવાનો છે. અમારા ઇન્ટેલિજન્ટ
પીઓએસ મશીન અને મોબાઇલ વેન અમારા ઇનોવેશન અને અર્થસભર ઓફરિંગ્સ પૈકીના એક છે. નાણાકીય રીતે સમાવેશી ડિજિટલ ભારતને સહયોગ પ્રદાન કરવાની પહેલની અમારી શરૂઆત છે અને ને સક્ષમ કરવા નજીકના ભવિષ્યમાં નવી ઓફરિંગ્સ માટે અમે સજ્જ છીએ.
Xpay.Lifeના સીઓઓ દિપક અનંતે કહ્યું હતું કે, અમે ગુજરાત માર્કેટ માટે અમારી વિશિષ્ટ ઓફરિંગ્સ બાબતે તથા સામાન્ય
જનતા માટે સરળ પેમેન્ટ્સ અને વધુ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ દ્વારા આ માર્કેટમાં વધુ આગળ વધવા ઉત્સાહિત છીએ. અમારા
ભાગીદારો અને ટેક્નોલોજી સાથે અમે નાણાકીય સમાવેશીકરણની ખાઇને ભરવા માગીએ છીએ તથા વિવિધ નાણાકીય
ઓફરિંગ્સને ડિજિટાઇઝ કરવાનો અમારો ઉદ્દેશ્ય છે.
#bharatmirror #bharatmirror21 #news