● નવી ફાસ્ટ-ફેશન બ્રાન્ડ ભારતીય પુરુષોને વાજબી કિંમતે પ્રીમિયમ ઓફર કરે છે
● લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ગુજરાતમાં 12 સ્ટોર્સના લોંચ સાથે પ્રવેશ કરશે, વર્ષ 2023ના મધ્ય સુધીમાં સમગ્ર ભારતમાં 100થી વધુ સ્ટોર્સની ઉપસ્થિતિ હાંસલ કરવાનું લક્ષ્ય
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
16 એપ્રિલ 2022:
અમદાવાદ, 11 એપ્રિલ, 2022: પ્રાઇમાફેશન ગ્લોબલે પોતાને ભારતની અગ્રણી કન્ટેમ્પરરી મેન્સવેર લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદમાં ‘ટીમ પેરિસ’ની નવી મેન્સવેર રેન્જ રજૂ કરી હતી. આ ભારતીય બજારમાં પ્રાઇમાફેશનનું પ્રથમ લોંચ છે અને ટીમ પેરિસ દ્વારા કંપનીએ પુરુષો માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સ્ટેપલ્સ ડિલિવર કરવાનો હેતુ છે.

ટીમ પેરિસ વેલ્યુ ફોર્મેટ સેગમેન્ટમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત મેન્સ વેર બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. બ્રાન્ડ દ્વારા ગ્રાહકો ઉપર વ્યાપક કરાયેલાં સંશોધન તથા મેન્સ એપરલ અંગે તેમને અસરકર્તા વિવિધ મુદ્દાઓ ઉપર અભ્યાસ મૂજબ સોફેસ્ટિકેટેડ, કમ્ફર્ટેબલ અને એફોર્ડેબલ મેન્સવેર શ્રેણી ડિઝાઇન કરીને લોંચ કરાઇ છે. આ નવી શ્રેણી દૈનિક આવશ્યકતાઓ માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પ્રદાન કરશે, જે મેટ્રોપોલિયન અને સબઅર્બન ગ્રાહકો બંન્નેની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
લાઇફસ્ટાઇલ બ્રાન્ડે ઉભરતાં સેગમેન્ટમાં તેના સમગ્ર ભારતમાં વિકાસની યોજનાઓ પણ જાહેર કરી હતી. ઝડપી વિસ્તરણના ભાગરૂપે ટીમ પેરિસ વર્ષ 2023ના મધ્ય સુધીમાં સમગ્ર ભારતમાં 100થી વધુ સ્ટોર્સની ઉપસ્થિતિ હાંસલ કરવાની યોજના ધરાવે છે. આ મહિને ગુજરાતમાં 12 સ્ટોર્સના લોંચ સાથે ટીમ પેરિસ તેની કામગીરીનો પ્રારંભ કરી રહ્યું છે. બ્રાન્ડ ગુજરાતમાં જ કુલ 35 સ્ટોર્સના લોંચની યોજના ધરાવે છે.

બ્રાન્ડના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રાઇમાફેશન ગ્લોબલના સહ-સંસ્થાપક અને ડાયરેક્ટર કેપ્ટન રાહુલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, “ભારતની મહિલા, પુરુષો, ટીનએજર્સ અને બાળકોની ફેશન અને સ્ટાઇલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશ્વસનીય બ્રાન્ડ્સની વિશાળ શ્રેણીની રજૂઆત દ્વારા એપરલ અને એસેસરિઝ માર્કેટમાં લીડર બનવાનું કંપનીનું વિઝન છે. અમે કાળજીપૂર્વક તૈયાર કરાયેલી બ્રાન્ડના લોંચ અંગે ઉત્સાહિત છીએ કે જે અમારા ગ્રાહકોને વેર અને લક્ઝરીનું પરફેક્ટ મિશ્રણ પ્રદાન કરે છે. ભારતમાં મેન્સ એસેન્શિયલ વેર ઝડપી વૃદ્ધિ સાધતું એપરલ સેગમેન્ટ છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં અમે રૂ. 75 કરોડના રોકાણ સાથે આ સેગમેન્ટમાં ઉપલબ્ધ તકોને હાંસલ કરવા માગીએ છીએ.”
નવા મેન્સવેર કલેક્શનની થીમ ભવ્યતા, આવરદા અને સૌથી મહત્વપૂર્ણ કમ્ફર્ટ અને ફીટ આધારિત છે. આ કલેક્શન વિવિધ કલર્સ અને પ્રિન્ટ્સના અદ્ભુત મિશ્રણ સાથે પ્રીમિયમ ફેશન પ્રદર્શિત કરે છે. બ્રાન્ડ મેન્સ સ્ટાઇલિશ ક્લાસિક્સને આવરી લે છે, જેમાં ડેનિમ જિન્સના કન્ટેમ્પરરી કલેક્શન, ચિનો, પોલો-ટી-શર્ટ્સ, શર્ટ તેમજ સોફેસ્ટિકેટેડ અને એસ્થેટિક્સ સાથે લોંજવેર સામેલ છે. વધુમાં બ્રાન્ડ અન્ડરગાર્મેન્ટ્સ, માસ્ક, મફલર્સ, મોંજા, ટોપી, હાથરૂમાલ, બેલ્ટ, વોલેટ અને ડિયોડ્રન્ટ્સ સહિતની એસેસરિઝની વિશાળ શ્રેણી ઓફર કરે છે. વિવિધ વયજૂથની જરૂરિયાતોને પૂર્ણ કરવા બ્રાન્ડ ત્રણ લાઇન્સ ધરાવે છે. એપરલ કેટેગરીની રેન્જ રૂ. 499થી રૂ. 3,799 છે. એસેસરિઝની કેટેગરીમાં લેધર બેલ્ટ અને વોલેટ્સ છે, જેની કિંમત રૂ. 599-899 વચ્ચે છે.
#bharatmirror #bharatmirror21 #news #timparis #ahmedabad
