અશ્વિન લીંબાચીયા, ગાંધીનગર
16 એપ્રિલ 2022:
ધર્મ પરિવર્તનના વિષયને અન્વેષણ કરતી ફિલ્મ “ધ કન્વર્ઝન” 06 મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. વિનોદ તિવારી દ્વારા દિગ્દર્શિત અને રાજ પટેલ, રાજ નોસ્તૃમ અને વિપુલ પટેલ દ્વારા નિર્મિત, ધ કન્વર્ઝનમાં વિંધ્યા તિવારી, પ્રતિક શુક્લા અને રવિ ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે.

આ અંગે ડિરેક્ટર વિનોદ તિવારી કહે છે કે, “આ ફિલ્મની વાર્તા બળજબરીથી કરાયેલા ધર્મ પરિવર્તનના અત્યંત સંવેદનશીલ અને સમકાલીન સામાજિક વિષયની આસપાસ ફરે છે. તે એક એટ્રેક્ટિવ ડ્રામા બેઝ છે જે એક છોકરીની દુવિધા દર્શાવે છે. કે ઈન્ટર-ફેથ મેરેજમાં શું થાય છે. જે ધાર્મિક પરિવર્તન તરફ દોરી જાય છે.

જ્યારે આંતર-ધર્મ લગ્નની વાત આવે છે ત્યારે આપણે ધર્મના નામે વ્યાપક છેતરપિંડી જોઈએ અને વાંચીએ છીએ. કેટલાક આંકડાઓ અને ડેટા દર્શાવે છે કે ઈન્ટર-ફેથ મેરેજમાં આવા ધર્માંતરણના જબરજસ્ત કેસોમાં છોકરીઓ ભોગ બને છે.
#bharatmirror #bharatmirror21 #news #theconversion #ahmedabad
