આઝાદી કા અમૃત મહોત્સવ અને વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે ગુજરાતના 33 જિલ્લાના દસ હજાર જેટલા એથ્લીટ્સની તબીબી તપાસ કરવામાં આવશે
કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ ખાતે 7500થી વધુ અને સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2500 મળી કુલ દસ હજાર એથ્લીટ્સનું આંખ, દાંત, હેલ્થ પ્રમોશન સહિત ફુલ્લી તબીબી તપાસ કરવામાં આવશે
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિતે ભારતના 75થી વધુ શહેરોમાં માનસિક દિવ્યાંગતા ધરાવતાં 75000થી વધુ દિવ્યાંગજન ખેલાડીઓને આવરી લેવાશે, એકસાથે આટલા એથ્લીટ્સની તબીબી તપાસને લઇ ગિનિસ બુક ઓફ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં વિશ્વવિક્ર્મ નોંધાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
આઝાદી કા અમૃત મહોત્સવ અને વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારત દ્વારા દિવ્યાંગજનો માટે વિશેષ પ્રકારે નેશનલ હેલ્થ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાતના 33 જિલ્લાના દસ હજાર જેટલા એથ્લીટ્સની તબીબી તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ ખાતે 7500થી વધુ અને સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2500 મળી કુલ દસ હજાર એથ્લીટ્સનું આંખ, દાંત, હેલ્થ પ્રમોશન સહિત ફુલ્લી તબીબી તપાસ કરવામાં આવશે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિતે ભારતના 75થી વધુ શહેરોમાં માનસિક દિવ્યાંગતા ધરાવતાં 75000થી વધુ દિવ્યાંગજન ખેલાડીઓને આવરી લેવાશે, એકસાથે આટલા એથ્લીટ્સની તબીબી તપાસને લઇ ગિનિસ બુક ઓફ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં વિશ્વવિક્ર્મ નોંધાશે.
આ અંગે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, ભારતના ચેરપર્સન ડો.મલ્લિકા નડ્ડા, જનરલ સેક્રેટરી ડો.ડી.જી.ચૌધરી અને ગુજરાત એકમના ચેરમેન રાકેશ શાહ(ધારાસભ્ય, એલિસબ્રીજ)એ જણાવ્યું હતું કે, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા દિવ્યાંગજનો માટે નેશનલ હેલ્થ ફેસ્ટનો ઉત્સવ આમ તો છેલ્લા બે દિવસથી શરૂ કરી દેવાયો છે. આજે પણ એક હજારથી વધુ દિવ્યાંગજન એથ્લીટ્સનું તબીબી પરીક્ષણ અને તપાસ કરવામાં આવ્યા છે. જો કે, આવતીકાલે વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે ખાસ કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ ખાતે 7500થી વધુ અને સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2500 મળી કુલ દસ હજાર એથ્લીટ્સનું આંખ, દાંત, હેલ્થ પ્રમોશન સહિત ફુલ્લી તબીબી તપાસ કરવામાં આવશે. જો કે, કોઇ એથ્લીટ્સને શરીર કે માનસિક પ્રકારની કોઇપણ ગંભીર બિમારી તબીબી તપાસ દરમ્યાન માલૂમ પડશે તો, તેને પાછળથી જે તે નિષ્ણાત હોસ્પિટલમાં બિલકુલ વિનામૂલ્યે સારવારની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, ભારતના ચેરપર્સન ડો.મલ્લિકા નડ્ડા, જનરલ સેક્રેટરી ડો.ડી.જી.ચૌધરી અને ગુજરાત એકમના ચેરમેન(ધારાસભ્ય, એલિસબ્રીજ)એ વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે દસ હજાર એથ્લીટ્સની તબીબી તપાસ પૂર્ણ થયા બાદ સાંજે 5-30 વાગ્યાથી 6-30 વાગ્યા દરમ્યાન નમો સ્ટેડિયમ, અમદાવાદ ખાતે દિવ્યાંગજનો માટેના આ વિશેષ ઉત્સવનો ખાસ સમાપન સમારોહ રાખવામાં આવ્યો છે, જે કાર્યક્રમની અધ્યક્ષતા રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કરશે, ગુજરાતના રાજયપાલશ્રી પણ કાર્યક્રમમાં હાજરી આપે તેવી પૂરી શકયતા છે. આ પ્રસંગે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ઇન્ટરનેશનલના ચીફ હેલ્થ ઓફિસર ડો. એલિસિયા બઝાનો, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિકના પ્રાદેશિક પ્રમુખ અને મેનેજીંગ ડિરેકટર શ્રી દિપક નતાલી, સ્પેશ્યલ ઓલિમ્પિકિસના ચેરપર્સન ડો. મલ્લિકા નડ્ડા અને જનરલ સેક્રેટરી ડો.ડી.જી.ચૌધરી, ચીફ મેટ્રન શ્રી અજય પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.
આવતીકાલના સમાપન સમારોહ દરમ્યાન દિવ્યાંગજન એથ્લીટ્સના ફીટ ફાઇવ જીવનપધ્ધતિ વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમમાં 7500થી વધુ મનોદિવ્યાંગ એથ્લીટ્સ ભાગ લેશે, જે એક વિશિષ્ટ ઘટના છે અને તેને લઇ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ વિક્રમ નોંધાવાની પૂરી શકયતા છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે 250ના તબક્કામાં 750 જેટલા નવા કેન્દ્રો સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા શરૂ કરવામાં આવનાર છે, જેને શાળા, સ્પોર્ટસ, કલબ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે, જેના કારણે મનોદિવ્યાંગ ખેલાડીઓ પોતાની રમતો ચાલુ રાખી શકશે. આ સેન્ટરો પર મનોદિવ્યાંગ ખેલાડીઓ અને રમતવીરોને કોચ સહિતના હોદ્દા પર પણ નિમણૂંક આપી તેઓ માટે વિશેષ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news