અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
22 એપ્રિલ 2022:
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર એક નવા પ્રોજેક્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. વર્ષો સુધી સિલ્વર સ્ક્રીન દ્વારા ગુજરાતી ફેન્સના દિલ પર રાજ કરનારા હિતેનકુમાર હવે મનોરંજનના એક નવા જ માધ્યમથી તમારા ઘર સુધી પહોંચવાના છે.

જી હાં, આ વખતે હિતેનકુમાર પહેલી જ વાર એક ગુજરાતી વેબસિરીઝમાં જોવા મળશે. ‘દેસાઈ ડાયમંડ્સ’ નામની આ વેબસિરીઝ 21 એપ્રિલે આપ સૌના ગમતા ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર સ્ટ્રીમ થવાની છે.

‘દેસાઈ ડાયમંડ્સ’ એક ફેમિલી ડ્રામા વેબસિરીઝ છે. જેમાં અવિનાશ નામના બિઝનેસમેનના પારિવારિક જીવન અને બિઝનેસમાં ચાલતા સંઘર્ષની વાત છે. એક તરફ બિઝનેસ ડૂબી રહ્યો છે, જેના માટે અવિનાશ પોતાના હરીફ કેદાર ઝવેરીને જવાબદાર ગણે છે. બીજી તરફ અવિનાશનો પુત્ર તેની પત્નીને નફરત કરે છે.

જેનો ભાર પરિવારમાં વર્તાય છે. આ બધાની વચ્ચે અવિનાશની દીકરીનું અપહરણ થાય છે. એક તરફ અવિનાશના પરિવાર પર આફત આવે છે, બીજી તરફ બિઝનેસની આંટીઘૂંટીમાં ફસાયેલો અવિનાશ કોને બચાવશે? કોણ છે. જે અવિનાશના બિઝનેસ અને પરિવારને બરબાદ કરવા ઈચ્છે છે? શું પરિવારનું જ કોઈ તેમને દગો કરી રહ્યું છે, કે પછી આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? આ બધી જ મુશ્કેલીઓમાં અવિનાશ અને તેનો પરિવાર હેમખેમ બહાર નીકળશે કે પછી કંઈક ગુમાવવું પડશે? આ તમામ સવાલોના જવાબ વેબસિરીઝના જુદા જુદા એપિસોડમાંથી મળતા જશે.
#bharatmirror #bharatmirror21 #news #shemaroo #desaidimonds #ahmedabad
