અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
19 એપ્રિલ 2022:
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર મુજબ, વૈશાલી ફાર્મા સંકલ્પ લાઈફ કેરની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કામગીરી સંભાળશે
અમદાવાદ: ન્યુટ્રાસ્યુટિકલ્સની અગ્રણી ઉત્પાદક અમદાવાદ સ્થિત સંકલ્પ લાઈફ કેર અને મુંબઈમાં વડુ મથક ધરાવતી વૈશાલી ફાર્મા કે જે ફાર્મા ફોર્મ્યુલેશનના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે. આ બન્ને કંપનીઓ વચ્ચે યુનિક ભાગીદારી રચવા માટે ભેગા થયા છે જે બંને કંપનીઓને ઝડપથી વિકાસ સાધવામાં મદદ કરશે.
બંને કંપનીઓ વચ્ચેના કરાર મુજબ, NSE-લિસ્ટેડ વૈશાલી ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ ઉત્પાદનોના સંકલ્પ લાઈફ કેરના પોર્ટફોલિયોનું સમગ્ર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ સંભાળશે.
“આ એક સંપૂર્ણ ભાગીદારી છે. સંકલ્પ લાઇફ કેરની મુખ્ય સ્ટ્રેન્થ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ન્યુટ્રાસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદનમાં છે અને વૈશાલી ફાર્મા ભારતીય અને વિવિધ બજારોમાં વ્યાપક વૈશ્વિક હાજરી ધરાવે છે અને માર્કેટિંગમાં નિષ્ણાત છે. ભાગીદારી અમને વૈશાલી ફાર્માની માર્કેટિંગ પહોંચનો લાભ ઉઠાવવા અને અમારી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા પૂરી પાડશે. આ બંને કંપનીઓ માટે એક વિન-વિન સિચ્યુએશન છે. અને અમે ભારત અને વિશ્વભરના ગ્રાહકોને સાથે મળીને વૃદ્ધિ કરવા અને ઉચ્ચ ગુણવત્તાની ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ રજૂ કરવા આતુર છીએ તેવો નિર્દેશ સંકલ્પ લાઇફ કેરના મેનેજિંગ ડિરેક્ટર રોબિન ગોએન્કાએ વ્યક્ત કર્યો હતો.
“વૈશાલી ફાર્મા અને સંકલ્પ લાઇફ કેર વચ્ચેની આ ભાગીદારી ભારતીય ફાર્મા ઉદ્યોગમાં તેના પ્રકારનો પ્રથમ કિસ્સો છે. વૈશાલી ફાર્મા સંકલ્પ લાઇફ કેરની સંપૂર્ણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કામગીરી સંભાળશે અને સંકલ્પ લાઇફ કેરના 100+ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ 40થી વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવશે. યુનિક કરાર બે કંપનીઓની સ્ટ્રેન્થ પર આધારિત છે અને તે પરસ્પર ફાયદાકારક રહેશે તેમ વૈશાલી ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર અતુલ વસાણીએ જણાવ્યું હતું.
સંકલ્પ લાઇફ કેર એ એક અગ્રણી ન્યુટ્રાસ્યુટિકલ્સ કંપની છે અને તેણે અમદાવાદના બાવળા ખાતે દેશની 5મી સૌથી મોટી ન્યુટ્રાસ્યુટીકલ સુવિધા સ્થાપી છે. ટેબલેટ્સ, કેપ્સ્યુલ્સ, પાઉડર, સેચેટ્સ, ગમીઝ, લિક્વિડ અને ઇફર્વેસન્ટ ટેબ્લેટ્સ, અન્ય ઉત્પાદનોની શ્રેણી શૂન્ય-ડિસ્ચાર્જ સુવિધા પર બનાવવામાં આવે છે, જે હવે સંપૂર્ણ રીતે કાર્યરત છે, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. તે યુએસએફડીએના ધોરણો મુજબ પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને કંપનીએ પહેલાથી જ આ સુવિધા માટે યુએસએફડીએની મંજૂરી માટે અરજી કરી છે.
વૈશાલી ફાર્મા જે ડોસેઝ ફોર્મ્સ અને થેરાપ્યુટિક સેગમેન્ટ્સ, સક્રિય ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ્સ (APIs), સર્જીકલ ઉત્પાદનો, ન્યુટ્રાસ્યુટીકલ અને ઓન્કોલોજી ઉત્પાદનોના વિશાળ સ્પેક્ટ્રમમાં ફાર્મા ફોર્મ્યુલેશનનું ઉત્પાદન અને નિકાસ કરે છે, તે ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતી અને સર્વોનમુખી કંપનીઓમાંની એક છે. તે સ્થાનિક અને નિકાસ બંને બજારોમાં મજબૂત ઉપસ્થિતી ધરાવે છે અને હાલમાં તમામ અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સપ્લાયર છે. કંપની સમગ્ર વિશ્વમાં સેમી રેગ્યુલેટેડ અને નોન-રેગ્યુલેટેડ બજારોને પૂરી પાડે છે.
#bharatmirror #bharatmirror21 #news #sankalplifecare #vaishalipharma #ahmedabad