નીતા લીંબાચીયા, અમદાવાદ
07 એપ્રિલ 2022:
રાજસ્થાનના અગ્રણી નેતા સતીષ પુનિયા ગુજરાતની મુલાકાતે

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન નારોલમાં મહા અભિયાન કરવામાં જે હેતુ છે તે, ભીખ માગતા અને રમકડાં વેચતા બાળકોને શિક્ષણ સાથે જોડવા અને પૌષ્ટિક આહાર આપવો આ માટે પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્રારા અભિયાન છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાયેલા છે.

અનિલ શર્માએ કહ્યું પ્રેરણાજન સહયોગ ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષથી ગરીબ બાળકો અને પરિવારો માટે કામ કરે છે. આ સંસ્થા નારોલથી શરૂ થઈ હતી અને આજે સમગ્ર અમદાવાદમાં વાન બંને સમયે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને ભોજન પૂરું પાડે છે. સંસ્થા ગરીબ બાળકોને ભણાવવા માટે પણ મહેનત કરી રહી છે. અને તેના માટે ભાજપ ના સંગઠન સાથે જોડાઈને કાર્યને વેગ આપવા માટે ખાસ રાજસ્થાનના અગ્રણી નેતા સતીષ પુનિયા સાથે વાર્તાલાપ કરીને કાર્યને આગળ ધપાવવા અને આવનાર સમયમાં કામને વેગ આપવા રજુઆત કરી.
#bharatmirror #bharatmirror21 #news #prernajansahayakfoundation #ahmedabad
