અશ્વિન લીંબાચીયા, નવસારી
તા. 18 એપ્રિલ 2022
સક્ષમ 2022 – સાયક્લોથોનનું નવસારી શહેરમાં આયોજન
300થી પણ વધુ સાયકલીસ્ટોએ સક્ષમ 2022ની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ સંદેશો પ્રસરાવ્યો.
તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ સક્ષમ 2022 11.04.2022 થી 30.04.2022 દરમિયાન યોજાઈ રહ્યો છે. એક માસ સુધી ચાલતી આ પ્રવૃત્તિની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ છે.
આ સંદેશાને પ્રસરાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈ) લિ. જેવી ઓઈલ કંપનીઓએ પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન)નાં સહયોગમાં આજે નવસારીના લુણસીકુઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઓઈલ કં૫નીઓનાં 300થી પણ વધુ સાયકલિસ્ટોને નવસારીના ડિસ્ટ્રીક્ટ કલેકટરે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આપણા સંસાધનોને બચાવવા માટે ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ પર આ૫ણે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ થીમના સંદર્ભમાં આજે અમે સાયકલોથોનનું આયોજન કર્યું હતું. તેમણે વધુમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો.
આ પ્રવૃત્તિઓનો હેતુ જનસમુદાયમાં બળતણની બચત સ્વચ્છ ઉર્જાનો ફાયદો ૫ર્યાવરણીય પ્રદુષણને ઘટાડવા જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.