નીતા લીંબાચીયા, અમદાવાદ
09 એપ્રિલ 2022:
અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં શ્રી એન.કે.પટેલ ના ફોટોગ્રાફ્સ નું એક્ઝીબીશન યોજાયું હતું. એન. કે. પટેલે પ્રદર્શિત કરેલા ફોટોગ્રાફસ ખુબ જ અનોખા હતા. આ સમગ્ર એક્ઝીબીશનમાં પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ્સમાં ભારત દેશના નોર્થ-ઇસ્ટ ની સંસ્કૃતિ ની ઝલક દર્શાવેલી હતી. આ એકઝીબીશનમાં મુખ્ય અતિથી તરીકે પદમશ્રી.ડો. જીતેન્દ્રનાથ ગોસ્વામી હાજર રહ્યા હતા.
આ ફોટોગ્રાફી પ્રદર્શન વિષે જણાવતા શ્રી એન.કે. પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ ના અલગ અલગ રાજ્યોમાં ફરવાના અને ફોટોગ્રાફીના શોખને લીધે તેમણે નોર્થ-ઇસ્ટ ના લગભગ દસ જેટલા પ્રવાસ કર્યાં. તેમણે ત્યાંની સંસ્કૃતિ, લોકો, પહેરવેશ, આર્કિટેક્ચર આ બધું જોયા પછી પ્રેરિત થયા અને આ બધા પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ્સ નોર્થ-ઇસ્ટ ના અંતરિયાળ વિસ્તાર ના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ અને દેશના ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ રાજ્યોનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ દેશના બાકીના રાજ્યો કરતા અલગ છે. લેન્ડસ્કેપ, સમુદાયોની શ્રેણી અને ભૌગોલિક અને પર્યાવરણીય વિવિધતા આ રાજ્યોને દેશના બાકીના ભાગોથી તદ્દન અલગ બનાવે છે.
આ ફોટોગ્રાફ્સ દલાઈ લામા જ્યાંથી ભારતમાં ૧૯૬૦માં આવ્યા અને ૧૯૪૪ માં વર્લ્ડ વોર વખતે આઝાદ હિન્દ ફોજ મણિપુરમાં ક્યાંથી આવી તેના પણ ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં હતા. આ ઉપરાંત આ ફોટોગ્રાફી એક્ઝીબીશન માં મુખ્ય આકર્ષણ નોર્થ-ઇસ્ટના કુદરતી સૌંદર્ય ના ફોટોગ્રાફ્સ ની રહી હતી.
લોકો, સંસ્કૃતિ, આર્કિટેક્ચર અને ઐતિહાસિક સ્મારકો, લેન્ડસ્કેપ વાઇલ્ડલાઇક વગેરેમાં ફેલાયેલી સામગ્રી સાથે છબીઓ તેના દર્શકને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેરાના લોકો સ્થાનો અને સાંસ્કૃતિક ઉત્પાદનોના જ્ઞાનશાસ્ત્રીય માળખામાં એક આકર્ષક સમજ આપે છે.
#bharatmirror #bharatmirror21 #news #n.k,patel #photographyexhibition #ahmedabad