મધરહુડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહા આરતી અને મહાપૂજાનો કાર્યક્રમ સંપન્ન થયો.
નીતા લીંબાચીયા, અમદાવાદ
13 એપ્રિલ 2022:
“નવદુર્ગા પૂજા”ના શુભ કાર્યક્રમ નિમિત્તે
“ઈન્ડો-તિબેટીયન સમન્વય સંઘ” મહિલા મોરચા ઉત્તર ગુજરાત પ્રાંત તેમજ મધરહુડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહા આરતી અને મહાપૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન અમદાવાદના આંગણે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈદિક શ્લોકો, નવ દુર્ગાનું સ્વરૂપ અને મહા આરતીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ મહિલાઓએ આ શુભ પ્રસંગનો લાભ લીધો હતો.
મહા આરતી અને દીપપ્રાગટય, સ્વાગત પરિચય, પ્રસાદ વિતરણ, વક્તા પરિચય સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક તહેવાર પર તમામ મહિલાઓને ડ્રેસ કોડમાં પીળા અને લાલ રંગના વસ્ત્રો પહેરીને આવ્યા હતા.
જેમાં વક્તા તરીકે અમીબેન શાહ, વૈદિક શ્લોક, ઉચ્ચારણ વિશે વાત કરી હતી.
ડૉ.પાયલએ નવદુર્ગા માનો પરિચય અને મહત્વ, એમ વિવિધ વિષયો પર મહત્વની વાતો આ કાર્યક્રમમાં આવેલા લોકો સાથે શેર કરી હતી.
જેમાં ડો. ટ્વીંકલ પટેલે બીટીએસએસ, ઉત્તર ગુજરાત જેમને આ વિષય પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. વૈશાલીબેન અને તેજલબેન સાથે ગ્રુપ બેઠા ગરબા કર્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ડો.ટ્વીંકલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં 15 થી વધુ બહેનો સભ્ય બની હતી. રાજો માલવીયાજી અને ડો. યજ્ઞાબેન અને સૌના સહકારથી ઉત્તર ગુજરાત બી.ટી.સી.સી.
મહિલા વિભાગ સતત આગળ વધતું રહ્યું છે.