અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
20 એપ્રિલ 2022:
પોતાના બોર્ડરો ખોલ્યા પછી ટુરિઝમ મલેશિયા દ્વારા ભારતમાં પ્રથમ રોડ શોનું આયોજન
અમદાવાદ, 20મી એપ્રિલ 2022 – 1લી એપ્રિલ 2022ના રોજ મલેશિયા દ્વારા તેની સરહદ પરના પ્રતિબંધો હટાવામાં આવ્યા છે જે આ દેશમાં મુસાફરી પ્રતિબંધોનો અંત ચિહ્નિત કરે છે. આ નવા વિકાસનો લાભ ઉઠાવતા, ટુરિઝમ મલેશિયાએ આ રોગચાણા પછી બે વર્ષથી વધુના વિરામ બાદ, 18મી એપ્રિલ થી 30મી એપ્રિલ 2022 સુધી ભારતના છ મોટા શહેરોમાં તેનો પ્રથમ રોડ-શો શરૂ કરવાનું નક્કી કર્યું છે.
18th એપ્રિલ ના રોજ દિલ્હી શહેરમાં થી શરુ થનાર આ રોડ શો ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ જેવા મહત્ત્વપૂર્ણ શહેરોમાં મુલાકાત લેશે. આ મિશનનું નેતૃત્વ મલેશિયા ટુરિઝમના આંતરરાષ્ટ્રીય પ્રમોશન વિભાગ (એશિયા અને આફ્રિકા ખંડ )ના વરિષ્ઠ નિયામક શ્રી મનોહરન પેરિયાસામી દ્વારા કરવામાં આવ્યું છે. આ ડેલિગેશનમાં મલેશિયાના પ્રવાસન સમુદાયના ત્રણ (3) મલેશિયા સ્થિત એરલાઇન્સ, 22 ટ્રાવેલ એજન્ટ્સ, ચાર (4) હોટેલીયર્સ અને ચાર (4) ઉત્પાદન માલિકોનો સમાવેશ થાય છે.
શ્રી મનોહરને જણાવ્યું હતું કે , ” શરૂઆત થી જ ભારત મલેશિયા માટે ટોચના બજાર સ્ત્રોતોમાંનું એક રહ્યું છે અને રહેશે . ભારતે વર્ષ 2019 માં 735,309 આગમન (+22%) યોગદાન આપ્યું છે. અમારા આ રોડ શોનું મુખ્ય હેતુ એ જ છે કે ભારતીયોમાં ફરી એકવાર મલેશિયાની મુલાકાત લેવા માટે સલામત અનુભવવા માટે આત્મવિશ્વાસ જગાડવાનો અને સાથે સાથે ઉદ્યોગ સમુદાય માટે એક એવું પ્લેટફોર્મ બનાવાનું જેથી એ બિઝનેસમાં પાછું બાઉન્સ કરે અને પ્રવાસન ક્ષેત્રને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પાછું લાવવાનું પ્રયાસ કરે. ભારતમાં પાછા ફરવાનો આ યોગ્ય સમય છે અને આ રોડ શોનું આયોજન કરવા માટે આ ખૂબ જ યોગ્ય સમય છે. ભારતથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ મલેશિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી ખોલવા સાથે એકરુપ છે,”
શ્રી મનોહરન એ વધુમાં જણાવ્યું કે, ” મલેશિયા જે મનોરમ અનુભવો ઓફર કરે છે તેના શ્રેષ્ઠ અને નવીનતમના સાક્ષી બનવા માટે અમે ભારતીય પ્રવાસીઓને આકર્ષક, નવા મૂલ્ય આધારિત અને એક્શન-પેક્ડ પ્રવાસ પર પાછા આવકારવા માટે રોમાંચિત અને ઉત્સાહી છીએ. બે વર્ષ પછી અન્વેષણ કરવા માટે ઘણું બધું છે, ખાસ કરીને નવા ખુલેલા આઉટડોર થીમ પાર્ક, જેન્ટિંગ સ્કાયવર્લ્ડ, ક્વાલાલંપુરમાં નિર્મિત નવીનીકૃત સનવે રિસોર્ટ અને એક ભવ્ય નવું આકર્ષણ, મર્ડેકા ૧૧૮ જે છે વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત. મને ખાતરી છે કે આ નવા આકર્ષણોના સાથે સાથે અમારા સુંદર દરિયાકિનારા, આનંદદાયક પર્વતો અને અસંખ્ય પ્રવૃત્તિઓ સાથેના જંગલો તમારી સફરને ચોક્કસપણે યાદગાર બનાવશે.”
જ્યારથી તેની સરહદો ફરીથી ખોલવામાં આવી ત્યારથી, ભારતીય પર્યટકો મલેશિયામાં આગમન કરનારા વિશ્વભરના સૈલાણીઓમાં ટોચના ચારમાં છે. 1લી એપ્રિલ 2022 ના રોજથી મલેશિયાએ સંપૂર્ણ રસીવાળા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આવકારવા માટે ક્વોરેન્ટાઇન-મુક્ત મુસાફરી ની ઘોષણા કરી તેના માટે પોતાના સરહદો ખોલ્યા છે. પ્રવેશ પ્રક્રિયા માટે પ્રસ્થાનના બે દિવસ પહેલા RT-PCR ટેસ્ટની જરૂર પડે છે અને પ્રવાસીઓને મલેશિયા પહોંચ્યા પછી 24 કલાકની અંદર વ્યવસાયિક રીતે સંચાલિત RTK-Agમાંથી પસાર થવું આવશ્યક છે. હાલમાં, મલેશિયાના પ્રવાસ માટે eVISA ઓનલાઈન અરજી કરી શકાય છે અને મલેશિયા એરલાઈન્સ, માલિન્ડો એર, એરએશિયા, ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ભારત અને મલેશિયા વચ્ચે એરલાઈન્સ મુસાફિરી માટે દરેક સપ્તાહમાં 14,000 થી વધુ બેઠકો ઓફર કરવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #malaysiatourism #ahmedabad