નીતા લીંબાચીયા, અમદાવાદ
13 એપ્રિલ 2022:
જૈન શ્વેતાંમ્બર તેરાપંથ સભા અમદાવાદ દ્વારા મહાવીર જયંતિ પર્વ નિમિતે રાજભવન અમદાવાદ ખાતે તારીખ 14 એપ્રિલ ના રોજ મુનિ શ્રી કુલદીપ કુમારજી અને મુનિ શ્રી મુકુલ કુમાર જી દ્વારા ભગવાન મહાવીર ના જીવન થી પ્રેરાઈ ને જ્યોતિષ અને વાસ્તુ વિજ્ઞાન વિષે માહિતી પ્રદાન કરશે. આ સમગ્ર કાર્યક્રમ માં જૈન તેરાપંથ સભા અમદાવાદ ના અધ્યક્ષ શ્રી અશોક જી શેઠિયા અને મંત્રી શ્રી સુનિલ જી બોહરા દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
2621 મી મહાવીર જયંતિ નું આયોજન મુનિ શ્રી કુલદીપ કુમાર જી સ્વામી ના સાનિધ્યમાં રાજ ભવન ખાતે થવા જઈ રહ્યું છે. ભગવાન મહાવીર એક વિલક્ષણ મહાપુરુષ અને મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના આદર્શો ની અને એમની વાણી માં છુપાયેલ રહસ્યોની જ્યોતિષ અને વસ્તુ વિજ્ઞાન ના સંદર્ભ માં વિશેષ રૂપે ચર્ચા અને પ્રવચન કરવામાં આવશે અને એવા સૂત્રો ની જાણકારી આપવામાં આવશે જેના થકી વ્યક્તિ તેમના જીવનના આવનારી કોઈ પણ પ્રકારની સમસ્યા જેમકે માનસિક, શારીરિક, આર્થિક કે ભાવનાત્મક સમસ્યાઓનું સમાધાન બતાવવામાં આવશે અને તેના સૂત્ર પણ આપવામાં આવશે અને જ્યોતિષ અને વાસ્તુના સંદર્ભ માં કાર્યક્રમો થશે અને તેનું પ્રથમ ચરણ ભગવાન મહાવીર ની વાણી ના રૂપ માં આવતીકાલે મુનિ શ્રી ના સાનિધ્યમાં આયોજન થવા જઈ રહ્યું છે.
તેરાપંથ ધર્મ સંઘ આચાર્ય શ્રી મહાશ્રમણજી ના નિર્દેશ અનુસાર સમગ્ર ભારત દેશમાં તેમના માર્ગદર્શનમાં વિવિધ રૂપમાં અહિંસા, અનેકાંત, આદ્ય સિદ્ધાંતો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે અને દેશભર માં ભગવાન મહાવીર ના રૂપમાં તેમના જીવન ને સમજવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવશે.