KD હોસ્પિટલ અમદાવાદ અને US FDA દ્વારા માન્ય:
પ્રસ્તુત છે.
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
23 એપ્રિલ, 2022:
ઓર્થોપેડિક સર્જરીના ઈતિહાસમાં ‘CORI સર્જિકલ રોબોટિક સિસ્ટમ’. આ અત્યાધુનિક ટેક્નોલોજી છે. જેમાં સચોટ પરિણામ અને નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
UK ના પીએમ બોરિસ જોન્સન ને આ સિસ્ટમ વિશે જાણ કરતા KD હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અદિત દેસાઈ જણાવ્યું કે, “અમે CORI સર્જિકલ રોબોટિક સિસ્ટમના ઉપયોગથી દર્દીઓની સારવાર કરવા માટે ઉત્સુક છીએ. આ પદ્ધતિથી સર્જન ‘કોમ્પ્યૂટર-આસિસ્ટેડ ટેક્નોલોજી’ ની મદદ લેશે જેના દ્વારા દર્દીના ઘૂંટણનું માપ અને સ્થિતિને ચોકસાઈપૂર્વક જોઈ શકાશે જેથી સર્જરી ઘણી સચોટ અને સફળ બનશે”.
અમદાવાદની KD હોસ્પિટલના ડૉ.અતીત શર્મા, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન વિગતવાર વાત કરતા જણાવે છે કે, “દર્દીના ઘૂંટણની સર્જરી વખતે કોમ્પ્યૂટર આસિસ્ટન્સ ઘૂંટણના યુનિક આકાર અને તેની ગતિને નિયંત્રિત કરવા માટે વર્ચૂઅલી મદદ કરશે. CORI સર્જિકલ સિસ્ટમ દર્દીના ઘૂંટણની સચોટ અને સફળ સર્જરી કરવામાં ‘સર્જન’ના હેતુને સફળ બનાવે છે.”
આ આધુનિક રોબોટિક ટ્રીટમેન્ટ જે એક મનુષ્ય અને મશીનના યુનિક સંગમથી પરિપૂર્ણ છે, જે ઘૂંટણના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી નિવડશે. ટીશ્યૂ ટ્રોમા, બ્લડલોસ માં ઘટાડો, સર્જરી દરમિયાન એમ્બોલિઝમની શક્યાતામાં ઘટાડો વગેરે જેવી બાબતોમાં કારગર સાબિત થશે. જેના કારણે સર્જરી સફળ બનશે. તથા દર્દીના જલદી સાજા થવાની સંભાવના અને ઓપરેશન પછીની અવધી પણ ઝડપથી પૂર્ણ થશે અને દર્દી સામાન્ય કરતા વહેલા તેમના પગે ચાલવાનું શરુ કરી શકશે.
ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા ઈચ્છતા દર્દીઓ માટે આ અદ્યતન રોબોટિક સર્જિકલ સિસ્ટમ નોંધપાત્ર નીવડશે તેમજ દર્દીઓની સર્જિકલ પ્રક્રિયાઓની કાર્યક્ષમતા વધારવા માટે સંપૂર્ણ પણે હોસ્પિટલ તૈયાર છે.