અશ્વિન લીંબાચીયા, મોરબી
18 એપ્રિલ 2022:
બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તા.૨૪-૪-૨૦૨૨ રવિવાર ચૈત્ર વદ નોમ થી તા.૩૦-૪-૨૦૨૨ શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથીયાત્રા તા-૨૪-૪-૨૦૨૨ રવિવાર ચૈત્ર વદ નોમ ના રોજ શ્રી દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબી થી સાંજે ૪ કલાકે પ્રસ્થાન થશે. પોથી યાત્રા શહેર ના રાજમાર્ગો પર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજી ની પધારમણી થશે તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો મંગલ પ્રારંભ થશે.

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના યજમાન પદે સ્વ. શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ.નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ. ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારો ના સહયોગથી યોજાશે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથી યાત્રા મા પધારવા, શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે. તેમજ વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિર-મોરબી ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા શ્રી અનિલભાઈ સોમૈયા- મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવો.
#bharatmirror #bharatmirror21 #news #jalarammandir-morbi #morabi #ahmedabad
