નીતા લીંબાચીયા, અમદાવાદ
12 એપ્રિલ 2022:
પાર્કિન્સન્સ ડીસઓર્ડર સોસાયટી દ્વારા કાર્યક્રમ અમદાવાદમાં બી. કે. પારેખ પાર્કિન્સન્સ ડીસીઝ અને મૂવમેન્ટ ડીસઓર્ડર સોસાયટી પાર્કિન્સન્સ (કંપાવાત)ના દર્દીઓ માટે વિનામૂલ્યે કામ કરતી સંસ્થા છે.
જેમાં દર્દીઓને ફીઝીયોથેરાપી, ઓકયુપેશનલ થેરાપી અંગેનું માર્ગદર્શન તેમજ યોગ, ડાન્સ થેરાપી, આર્ટ થેરાપી, માનસિક તંદુરસ્તી, કાઉન્સેલિંગ વગેરેના સેશન ઓનલાઈન અને ઓફલાઈન લેવામાં આવે છે.
દર્દીઓ માટે દર ગુરુવારે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અને રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિનામૂલ્યે માર્ગદર્શન અને સારવાર આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે ડૉ. ધ્વનિ પરીખ – ૯૫૩૭૧૬૦૬૩૩
E-mail:- [email protected]