‘આશા’ એક ગુજરાતી ફિલ્મ, 22મી એપ્રિલ 2022 ના રોજ આપણા નજીક ના સિનેમા ઘર માં આવી રહી છે.
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
21 એપ્રિલ 2022:
‘આશા’ એ દરેક નારી ને પોતાના નારી હોવાનો ગર્વ થાય તેવી નારી શક્તિ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ આજ કાલ ગામડાથી લઈને મોટા શહેરો માં ચર્ચા નો વિષય બની છે, આવનારો યુગ ખરેખર નારી યુગ હશે તેનો સૌને વિશ્વાસ છે. 21મી સદીમાં નારી શક્તિની જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે, તેવા માં સ્ત્રી સશક્તિકરણ પર બનેલી આ ફિલ્મ અર્બન કલ્ચર ની સાથો સાથ રૂરલ કલ્ચર ની નારીઓ માટે પણ પ્રેરણાત્મક છે.
ફિલ્મનો હીરો દીપક જે આશા ને પાગલની માફક પ્રેમ કરે છે. તેને અપેક્ષા કરતાં વધુ પ્રેમ કરવા બદલ સજા મળે છે. એનો શું વાંક, કે એના મા-બાપે એનું નામ દીપક રાખ્યું, એ દીવો જે અંધારામાં પોતે જ પ્રગટે છે અને લોકોને પ્રકાશ આપે છે? તે રસ્તો બતાવે છે, બુઝાઈ ગયા પછી પણ તેના ભાગ્યમાં અંધકાર આવે છે, અને તેણે જેમને પ્રકાશ આપ્યો હતો તે લોકો પણ ભૂલી જાય છે. એમને બીજા માટે એટલું બધું કર્યું તો પણ જોવો એમનું નસીબ કેવું છે.
શું થયું, આશા અને દીપકનો પ્રેમ કોણે જોયો? સમાજના બંધનોએ તેમના પર નિયંત્રણો લાદ્યા કે પછી બંને સમાજની બેડીઓ સામે બળવો કરીને એક થઈ ગયા? તો તેનો જવાબ
ગુજરાતી ફિલ્મ આશા દ્રારા ૨૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૩૦ થી વધુ શહેરો અને ૭૦ થી વધુ થિયેટરોમાં આપવા આવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratifilmaasha #aasha #ahmedabad