નીતા લીંબાચીયા, અમદાવાદ
04 એપ્રિલ 2022:
• ચેસ ઓન એર અંડર – 9 અને અંડર -13 ટુર્નામેન્ટ
કોરોના જેવી ગંભીર સ્થિતિમાં ઇન્ડોર ગેમ્સનું મહત્વ ખૂબ વધુ છે પરંતુ તેમાં પણ મગજની કસરત થાય તેવી ગેમ્સ જો રમવામાં આવે તો બાળકો પણ કુશળ બને છે. આવી કોઈ ઇન્ડોર ગેમ હોય તો ચેસ છે.
ચેસના શોખિન બાળકો માટે “ચેસ ટુર્નામેન્ટ ઓપન ફોર ઓલ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી 9 વર્ષથી 13 વર્ષ સુધીના ટીનેજરો એ ભાગ લીધો હતો. ઘણાં એવા ગુજરાતી જીનિયસ છે, કે જેઓ ભલભલાને સેકંડ વારમાં ચેસની અંદર માત આપી શકે છે પરંતુ તેઓને આગળ વધવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે.
આ પ્લેટફોર્મ આપવા અને બાળકોનું કરિયર બનાવવા માટે “તક્ષશિલા ગ્રુપ” આગળ વધી રહ્યું છે.
તક્ષશિલા ગ્રુપના એમડી કમલેશ ગોંડલિયાએ જણાવ્યું કે તેઓ ચેસની રમત ને આગામી સમયમાં વાર્ષિક ઇવેન્ટ તરીકે યોજી શકે છે અને આ માટે જ રોટેટિંગ ટ્રોફી નું આયોજન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #genius-chesstournament #ahmedabad