અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
19 એપ્રિલ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત, GCCI- ટોરેન્ટ ગ્રુપ કોર્પોરેટ બોક્સ ક્રિકેટનો ઉદઘાટન સમારોહ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજવામાં આવ્યો હતો.

કુલ 24 ટીમો 20મી એપ્રિલથી 24મી એપ્રિલ દરમિયાન ટ્રોફી ફાઈટર, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. GCCI દ્વારા દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જે અન્ય સંસ્થાઓ સાથે પણ વાતચીત કરીને અને તાલમેલ બનાવીને ટીમ બિલ્ડિંગમાં માં મદદરૂપ થશે.

ગુજરાતના ડાયનેમિક ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા..
ઉદઘાટન સમારોહમાં, લીડ સ્પોન્સર – ટોરેન્ટ ગ્રુપ, સહ-પ્રાયોજકો – શાહ એલોય, જેડ બ્લુ, સહાયક પ્રાયોજક – KHS મશીનરીઝ પ્રા. લિમિટેડ એસોસિયેટ સ્પોન્સર – નારાયણ ઓર્ગેનિક્સ, હાઇડ્રેશન પાર્ટનર – આવા મિનરલ વોટર, આઈસ્ક્રીમ પાર્ટનર, હેવમોર તેમજ યુવા સમિતિના સભ્યો, મીડિયા પાર્ટનર્સ-અમદાવાદ મિરર અને માય એફએમ અને સહભાગી કોર્પોરેટ અને એસોસિએશન ટીમ હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #gcci #torrentgroupcorpo-ate-boxcricket #ahmedabad
